
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
દેડીયાપાડા નાં ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ! ભારે વરસાદ વચ્ચે ડેમ તૂટતાં તરાજી સર્જાઈ:
મોટા સુકાઆંબા ગામે ડેમ તૂટતા અફરાતફરીનો માહોલ સર્જાયો;
નર્મદા જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ પડવાના કારણે અનેક જગ્યાએ ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે, તેમજ અનેક જગ્યાએ નદી-નાળા બે કાંઠે વહેતા થયા છે, ત્યારે દેડીયાપાડા તાલુકાના મોટા સુકાઆંબા ગામનો ડેમ પણ પાણીની ભારે આવક થતાં ડેમ તુટ્યો હતો, જેના કારણે ડેમનાં પાણી આસપાસ ફરી વળ્યા હતા, જેમાં નજીકમાં વસવાટ કરતા આદિવાસીઓનાં ૪ ઘરો સંપુર્ણ પણે તણાયા હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત ૧૨ જેટલાં ઘર ની ઘરવખરીનો સામાન, અનાજ પણ પાણીમાં તણાયા હોવાનું અને સંપૂર્ણપણે નષ્ટ થયુ હોવાનું જાણવા મળેલ છે.
ડેમ તૂટતા પાણીના વહેણમાં તણાતા ગાય, ભેંસ અને બકરાના પણ મોત નીપજ્યા છે. કેટલાય પરિવારો ઘર વિહોણા બની જતાં હવે સરકારી સહાય પર મીટ માંડી ને બેઠા છે.