બ્રેકીંગ ન્યુઝ

તાપી જિલ્લામાં વિશ્વ “આદિવાસી દિન’ ઉજવણી સંદર્ભે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં બેઠક મળી:

શ્રોત ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

 તાપી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિન’ ઉજવણી સંદર્ભે કલેક્ટર એચ.કે.વઢવાણિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ 

સમગ્ર ગુજરાતમાં સરકાર ના સુશાસન નાં પાંચ વર્ષ ની ઉજવણી ચાલી રહી છે ત્યારે ૯ ઓગસ્ટે તાપી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે, 

તાપી:   આગામી તા.૯મી ઓગસ્ટે ઉજવાનાર ‘વિશ્વ આદિવાસી દિન’ના આયોજન સંદર્ભે  આજે સેવાસદન વ્યારા ખાતે કલેક્ટર એચ.કે.વઢવાણીયાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી.  બેઠકમાં  સભામંડપ, સ્ટેજ, બેઠક વ્યવસ્થા, વીજળી, પાણી, આરોગ્ય, વાહન વ્યવહાર,પાર્કિંગ, કાયદો વ્યવસ્થા સ્વચ્છતા જાળવણી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોના સુચારૂ આયોજન સહિત વિવિધ પાસાઓની વિસ્તૃત ચર્ચા કરી સબંધિત અધિકારીઓને કામગીરી સબબ રચનાત્મ સુચનો કરાયા હતા. 

આ ઉજવણી પ્રસંગે આદિવાસી સાંસ્કૃત્તિક કલામંડળો પરંપરાગત આદિવાસી નૃત્યો અને વાદ્યોની સંગીતમય સૂરાવલીઓ સાથે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરાશે. આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા પારંપરિક વેશભૂષા નૃત્ય સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

    આ પ્રસંગે શિક્ષણ, કલા અને રમતગમત ક્ષેત્રની આદિજાતી પ્રતિભાઓ, પ્રગતિશીલ ખેડુતો, પશુપાલકો, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રમાં વિશિષ્ઠ પ્રદાન આપનાર તેજસ્વી તારલાઓ, નાગરિકો સહિત વિવિધ પ્રતિભાઓનુ સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત સરકારની વિવિધ ઉત્કર્ષ યોજનાના લાભાર્થીઓને સાધન-સહાય વિતરણ પણ કરાશે. સમગ્ર બેઠકનું સંચાલન પ્રાયોજના વહીવટદાર વિજય પટેલે કર્યુ હતું.

        આ બેઠકમાં નાયબ વનસરક્ષક આનંદકુમાર, નિવાસી અધિક કલેક્ટર આર.જે.વલવી, પ્રાંત અધિકારી હિતેશ જોષી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.એ.ડોડિયા, જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.બી.ગામીત,  સહિત લાયઝન/તાલુકા વિકાસ અધિકારીઓ હાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है