બ્રેકીંગ ન્યુઝ

તાપી જિલ્લામાં ઘરોમાં પાણી ભરાઇ જવાની સંભાવનાના પગલે અંદાજીત ૪૭૬ નાગરિકોના સ્થળાંતર:

અશ્રીતો ને તંત્ર દ્વારા સરકારી સહાયના ભાગરૂપ રૂપિયા-૧૦૦ દૈનિક ખર્ચ તથા સવાર-સાંજ જમવાનું અને નાસ્તા પાણીની પણ સુવિધા: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લામાં ઘરોમાં પાણી ભરાઇ જવાની સંભાવનાના પગલે અંદાજીત ૪૭૬ નાગરિકોના સ્થળાંતર:

આશ્રયસ્થાન ઉપર રહેલા નાગરિકોને તંત્ર દ્વારા સરકારી સહાયના ભાગરૂપ રૂપિયા-૧૦૦ દૈનિક ખર્ચ તથા સવાર-સાંજ જમવાનું અને નાસ્તા પાણીની પણ સુવિધા: 

ભારે વરસાદના કારણે કોઝવે કે પુલ ઉપરથી પસાર થતા પાણીમાંથી અવર જવર ટાળી તંત્રને સાથ સહકાર આપવાની અપીલ કરતા જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયા 

 વ્યારા-તાપી: તાપી જિલ્લામાં પડી રહેલા ધોધમાર વરસાદના પગલે તાપી જિલ્લામાં સોનગઢ તાલુકામાં સ્થિત ડોસવાડા ડેમ ઓવરફ્લો થવા પામ્યો છે. જિલ્લાના કાર્યપાલક ઇજનેર, વેર-2 યોજના વિભાગ, વ્યારા તરફથી મળેલ માહિતી અનુસાર તા.11-07-2022ને 16.30 કલાકના અરસામાં ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો હતો. હાલ ડેમ ઉપરથી ૦.૭૫ ફિટ/ ૯ ઇંચ પાણી ઓવર ફ્લો થયેલ છે. અને ૧૩૮૦.૭૪ ક્યુસેક પાણીની આવક સામે ૧૩૮૦.૭૫ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પરીણામે ડેમના હેઠવાસમાં જરૂરી કાર્યવાહી કરવા તંત્ર એલર્ટ મોડમાં આવી કામગીરી કરી રહ્યું છે. સોનગઢમાં કુમકુવા, ખાંજર, ડોસવાડા, ખરસી, કનાળા, ચોરવાડ, ખડ્કાચીખલી, વાઘઝરી, ચીખલી, મુસા, કાનપુરા, પાનવાડી જેટલા ગામોમાં સતત ફોલોઅપ લેવામાં આવી રહ્યા છે. જેમાં ડુબાણવાડા અને નિચાણવાળા વિસ્તારોમાંથી ગ્રામજનોને તાત્કાલિક સ્થાળાંતર કરાવી આશ્ર્ય સ્થાનમાં લઇ જવા કામગીરી હાથ ધરાઇ છે. આ સ્થળાંતરીત સ્થળોએ રહેવાની, જમવાની, આરોગ્યલક્ષી જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

તાપી જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયાએ આ અંગે જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ છે. સલામતી માટે પુર્વ તૈયારીના ભાગરૂપે નિચાણવાળા વિસ્તરોમાંથી નાગરિકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. જેમાં ડોલવણ તાલુકાના અંતાપુર, બેસનિયા, પંચોલ, બોરકચ્છ, પીઠાદરા, ધોળકા, ઉમરવાવદુર, ચુનાવાડી, કરંજખેળ, અંધારવાડી દુર, બેડારાયપુર, રાયગઢ, પદમ ડુંગરી, પીલમવાડા,પલાસીયા, વાંકલ મળી કુલ-૧૬ ગામોના કુલ-૩૩૯ લોકોને સ્થળાંતર કરાવવામા આવ્યા છે. જેમાંથી ૧૫ જેટલા નાગરિકોને આશ્રયસ્થાન વાંકલા શાળાના વર્ગખંડમાં આશ્રય આપવામાં આવેલ છે. ઉચ્છલ તાલુકામાં ઘરોમાં પાણી ભરાઇ જવાની સંભાવનાના પગલે અંદાજીત ૨૦ ઘરોના સભ્યોને સ્થળાંતર કરાવેલ છે. અને વાલોડ તાલુકામાં ૨૫ કુટુંબના કુલ-૧૧૦ વયક્તિઓનું સ્થળાંતર કરેલ છે. આમ તાપી જિલ્લામાં કુલ-૧૯ ગામોના ૪૭૬ નાગરિકોનું સ્થળાંતર કરેલ છે. જેમાંથી ૩૫ આશ્રયસ્થાન ઉપર અને અન્ય સગાસંબંધીઓને ત્યા રહેવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. નાગરિકોને જાહેર આપીલ છે કે નદીના પટની આસપાસ રહેવાસ હોય તો વહિવટી તંત્ર દ્વારા નિયુક્ત કરેલ આશ્રયસ્થાન પર પહોચી જવુ અને કોઝવે કે પુલ ઉપરથી પાણી જતુ હોય એવા રસ્તાઓ ઉપરથી પસાર થવાનું ટાળી જિલ્લા તંત્રને સાથ સહકાર આપે.  

વાલોડ તાલુકાના વાલ્મિકી નદીના પટ વિસ્તારમાં પુલ ફળીયાના રહેવાસી નફિસાબેગમ અજમેરઅલી શેખ સહિત ૨૫ કુટુંબોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. માહિતી વિભાગ તાપીની ટીમ સાથે વાતચીત કરતા નફિસાબેગમે જણાવ્યું હતું કે, ઘણા દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અમારા પુલ ફળિયામાં પાણી ભરાઇ જવાનો ડર હતો. સરકારી અધિકારીઓ આવીને અમને અહીં વાલોડના શોપિંગ સેન્ટરમાં રહેવાની વ્યવસ્થા કરી આપી છે. અમને સવારે નાસ્તો, જમવાની પણ ખુબ સારી સુવિધા કરી આપી છે. અમે સૌ અહીં સુરક્ષિત છીએ. આ માટે નફિસાબેગમે જિલ્લા વહિવટી તંત્રનો આભાર માન્યો હતો.  

અત્રે ઉલ્લેખનિય છે કે, આશ્રયસ્થાન ઉપર રહેલા નાગરિકોને તંત્ર દ્વારા સરકારી સહાયના ભાગરૂપ દૈનિક ધોરણે રૂપિયા-૧૦૦ વ્યક્તિગત દૈનિક ખર્ચ આપવામાં આવે છે. તથા જિલ્લા તંત્ર દ્વારા સવાર-સાંજ જમવાનું અને નાસ્તા પાણીની સુવિધા પણ આપવામાં આવી રહી છે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है