દક્ષિણ ગુજરાતબ્રેકીંગ ન્યુઝ

ડોસવાડા GIDCમાં વેદાંતા ઝીંક પ્રોજેક્ટ રદ કરવાની માંગ સાથે આદિવાસી પંચ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વ્યારા કીર્તનકુમાર 

તાપી જિલ્લાનાં ટુંક સમયમાં  શરુ થનાર ડોસવાડા સ્થિત જી.આઇ.ડી.સી.માં વેદાંતા ઝીંક પ્રોજેક્ટ રદ કરવાની માંગ સાથે આદિવાસી પંચ દ્વારા તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું:

વ્યારા: ગત પાછલાં દિવસોમાં  ગુજરાત સરકાર અને વેદાંતા ગ્રુપ વચ્ચે એક MoU કરવામાં આવ્યું હતું, આ MoU પ્રમાણે તાપી જિલ્લાના ડોસવાડા (સોનગઢ) ખાતે ઝીંક –લીડ–સિલ્વર – સ્મેલ્ટર માટે જમીન સંપાદિત કરવામાં આવશે, તે સિવાય આ પ્રોજેક્ટ માટે મોટા પાયે જંગલોનું પણ નુકસાન થવાની ભીતિ છે, જ્યારથી આ પ્રોજેક્ટની માહિતી બહાર આવી છે ત્યારથી જ તેને લઈને ચોતરફ વિરોધના સુર પણ ઉઠી રહ્યા છે, ત્યારે આજે  આદિવાસી પંચ દ્વારા પણ પોતાનો વિરોધ વ્યક્ત કરી  આવેદનપત્ર આપીને આદિવાસી સમાજ ને નફાખોર કંપની અને વિકાસના નામ પર થતાં વિનાશ થી જીલ્લા તંત્ર ને કરાયું આવગત.

ઉલ્લેખનીય છે કે સમગ્ર ભારત ભરમાં વસતા મુળનીવાશી આદિવાસીઓને વિકાસના નામે પરેશાન કરવામાં આવે છે, અને રોજગારીની લાલચો આપી જંગલ,જમીન થી હાંકી કાઢવામાં આવે છે, જે નો નમુનો ઝારખંડમાં આદિવાસી પ્રજાએ જોયો છે.

વેદાંતા કંપની દુનિયામાં પર્યાવરણ ને બગાડવામાં નામચીન છે 3 કરતા વધારે દેશો માં આ વેદાતા કંપનીને બ્લેક લીસ્ટેડ કરવામાં આવી છે, હાલમાં જ ભારતમાં તામિલનાડુ રાજ્યમાં પર્યાવરણને નુકશાન કરે છે એ માટે ત્યાં કંપની બંધ કરી દેવામાં આવી છે, આ વેદાંતા કંપની ગત પાછલા વર્ષોમાં ડોસવાડા સ્થિત GIDC ના નામે કરોડો રૂપિયાનો વ્યય કરેલ સ્ટરલાઈટ કંપનીની સહયોગી અને શાખા કંપની હોવાની લોક મુખે ચર્ચા થઇ રહી છે.  
આ આવેદનપત્ર માં જણાવવામાં આવ્યું હતું કે આ પ્રોજેક્ટ જે વિસ્તરમાં આવી રહ્યો છે તે વિસ્તાર સંવિધાન પ્રમાણે અનુસૂચિ 5 તેમજ 244 (1) અંતર્ગત આવે છે. આ પ્રોજેક્ટ થકી આ વિસ્તારમાં રહેતા લોકોના સંવિધાનિક હકોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. આ કંપનીને ત્રણ જેટલા દેશોએ બ્લેકલિસ્ટ જાહેર કરી છે, તેમ છતાં ગુજરાત સરકાર કેમ તેને મંજૂરી આપી? તેઓ દ્વારા વધુમાં કહેવામાં આવ્યું કે સરકાર દ્વારા દાવો કરવામાં આવે છે કે આ પ્રોજેક્ટ થકી સ્થાનિક લોકોને રોજગારીનો અવસર પેદા થશે. પરંતુ ભૂતકાળનાં અનેક દાખલાઓ છે જેમાં સ્થાનિક લોકોને આમ કહીને જ જમીન પડાવી લેવામાં આવી અને ત્યારબાદ સ્થાનિક લોકોને નિરાશા જ હાથ આવી હતી. કેવડિયા ખાતે જે મોટા મોટા પ્રોજેક્ટ નાખવામાં આવ્યા છે ત્યાં પણ સ્થાનિક આદિવાસીઓને ટોપલો લઈને પણ ઉભા રહેવા નથી દેતા, તે તેનું જાગતું ઉદાહરણ છે, ત્યારે આ વેદાંતા કંપનીનો આદિવાસી વિસ્તારમાં થી પ્રોજેકટ રદ કરવાની માગ સાથે સંગઠન દ્વારા આપવામાં આવ્યુ આવેદનપત્ર.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है