
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડીયાપાડા પ્રાંત કચેરી ખાતે વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું;
દેડીયાપાડા પ્રાંત કચેરી ખાતે વિદ્યાર્થીઓ દ્વારા તાલુકામાં તાત્કાલિક ધોરણે વધુ ક્ષમતાવાળી વ્યવસ્થા ઉભી કરવા બાબતે સક્ષમ અધીકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું,
શિક્ષણના નામે કરવામાં આવતાં તાયફા ને દેડીયાપાડા તાલુકામાં ખુલ્લી ચેલેન્જ; તંત્ર અને સરકારનાં જવાબદાર અધિકારીઓ વિદ્યાર્થીઓની પીડા સમજે તે જરૂરી: ક્યાં સુધી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રાજકીય રમત ચાલશે..?
તાલુકાનાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં તાલુકાના સેંકડો શિક્ષિત અને બેરોજગાર યુવાઓ આખરે ડેડીયાપાડા વિસ્તારમાં અધ્યતન લાઈબ્રેરીની માંગ કરતાં આવેદનપત્ર આપવામાં આવ્યું,
હાલ કાર્યરત એક્માત્ર લાઈબ્રેરીમાં વધુ ક્ષમતાવાળી વ્યવસ્થા ઉભી કરવાં અને અધ્યતન સુવિધા સભર સગવડો ઉભી કરવાં કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓ દ્વારા પ્રાંત અધિકારી ને રજુઆત કરી હતી, જેમાં આદિવાસી વિસ્તારમાં લાઈબ્રેરી ની પૂરતી સુવિધા નહિ હોવાનું તેમજ લાઈબ્રેરી નું મકાન હાલ જે જગ્યા પર છે એ પણ મકાન લાઇબ્રેરીનું માલિકીનું નથી, અને આ માટે લાઈબ્રેરી ની પોતાની જગ્યા વહેલી તકે ફાળવવામાં આવે તે બાબતે રજુઆત કરવામાં આવી હતી. જેમાં ૫૧ જેટલા વિદ્યાર્થીઓ તેમજ યુવાઓની ઉપસ્થિતી માં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.