ક્રાઈમબ્રેકીંગ ન્યુઝ

ઝઘડિયાના એક ગામે આંઠ નરાધમોનો 16 વર્ષીય માસૂમ સગીરા પર સામુહિક બળાત્કાર:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, પ્રતિનિધિ 

ઝઘડિયાના એક ગામે આંઠ નરાધમોનો 16 વર્ષીય માસૂમ સગીરા પર સામુહિક બળાત્કાર;

ગુજરાત સમગ્ર ભારત ભરમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે, પરંતુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાણે કથળતી અવસ્થા માં હોય તેમ ગુનાખોરી દરરોજ વધતી ને વધતી જ જાય છે,

કોઈપણ ઘટનાઓ બને કે રાજકારણ જીવતું બને છે, વિપક્ષ સરકાર ને ઘેરે છે પણ કોઈ ઠોશ કાયદો કે કાર્યવાહીનો અમલ થતો નથી,  જાતિવાદ નુ ભૂત દરેક ને વળગ્યું હોય તેમ માનવતા શર્મશાર થવા પામી છે, 

મળતી માહિતી મુજબ ઝઘડિયા તાલુકા ના એક ગામે 16 વર્ષીય સગીરા 16 ફેબ્રુઆરીના રોજ ગામમાં જ એક લગ્નમાં ગઈ હતી. જ્યાં ગામના જ વિશાલ ચંદ્રેશ વસાવા એ તેને પટાવી ફોસલાવી રૂપિયા આપવાની લાલચ આપી બાઇક ઉપર બેસાડી ફરવા લઈ ગયો હતો. વિશાલે સગીરાને અંધારાનો લાભ લઇને ગામની સીમમાં એક ખેતરમાં લઈ જઈ તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. હવસખોર વિશાલ આટલે થી અટક્યો ન હતો. તેને બેરહેમી પૂર્વક સગીરાને પિંખી નાખ્યા બાદ તેના મિત્રોને બોલાવ્યા હતા. જેના પગલે તેના અન્ય સાત મિત્રોએ પણ એક પછી એક સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો.

 સામુહિક બળાત્કારનો ભોગ બનેલી સગીરાએ તેના ઘરે જઈ પરિવારજનોએ જાણ કરતા પરિવાર હતભ્રત બની ગયો હતો. સગીરાની બહેને ઝઘડિયા પોલીસ મથકે (૧) વિશાલ વસાવા સહિત (૨) કમલેશ ચંદ્રેશ વસાવા, મોરતલાવ, ઝઘડિયા (૩) કાર્તિક પ્રવીણ વસાવા, માંડવા, અંકલેશ્વર (૪) મનોજ મુકેશ વસાવા, માંડવા (૫) અક્ષય રાજુ વસાવા, માંડવા (૬) ભાવિન સુરેશ વસાવા ,માંડવા (૭) મેહુલ કલ્પેશ માછી પટેલ, માંડવા (૮) સાહિલ શબ્બીર મોગલ, માંડવા આ આંઠ નરાધમો સામે સામુહિક બળાત્કારની ફરિયાદ નોંધાવતા પોલીસ દોડતી થઈ છે. પોલીસે બળાત્કારીઓને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है