બ્રેકીંગ ન્યુઝ

ગ્રામ્ય વિસ્તારનાં વિદ્યાર્થીઓ તેમજ યુથ કોંગ્રેસ દ્વારા બસ નિયમિત ન આવતી હોવાથી બસ રોકો આંદોલન: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

આદિવાસી ગ્રામ્ય વિસ્તારનાં વિદ્યાર્થીઓ તેમજ યુથ કોંગ્રેસ દ્વારા કાયમ જ  બસ અનિયમિત આવતી હોવાથી બસ રોકો આંદોલન માટે રોડ પર બેસવા  મજબુર બન્યા હતાં: 

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નામલગઢ, આમલી, મોવી, ગાગર, માંડણ, પલસી, બિતાડા, ભમરી ગામના આદિવાસી અંતરિયાળ વિસ્તારોનાં વિદ્યાર્થીઓને નિયમિત બસો ન આવતી હોવાથી વિધાર્થીઓને શાળા – કોલેજ આવવા જવા માટે ઘણાં સમય થી પડતી મુશ્કેલીઓથી કંટાળી અને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહિ આવતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો અને આજે યુથ કોંગ્રેસ તથા તમામ ગામના વિધાર્થીઓ સાથે ડેપો બહાર રસ્તા પર બેસી બસો રોકી આંદોલન કરવામાં આવ્યું હતું અને પોલીસની હાજરીમાં ડેપોના તંત્ર દ્વારા નિયમિત બસો ચાલુ કરવા લેખિત બાહેધરી આપવામાં આવી. અને જો નિરાકરણ ના આવે તો આગામી સમય માં ઉગ્ર આંદોલન કરવા ની ચીમકી આપવામાં આવી હતી.

જેમાં નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ અજયભાઈ વસાવા તથા જિલ્લા યુથ ઉપપ્રમુખ વિરલ વસાવા તથા જિલ્લા યુથ મહામંત્રી જયેશ વસાવા તથા ગાગર ગામ ડેપ્યુટી સરપંચ મનીષ ભાઈ વસાવા તથા ભમરી પંચાયતના સભ્ય મહેન્દ્ર ભાઈ તથા વિવિધ આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है