દક્ષિણ ગુજરાતબ્રેકીંગ ન્યુઝ

ગોલ્ડન બ્રિજની સમાંતર નવનિર્મિત નર્મદામૈયા બ્રિજનું લોકાર્પણ કરાયું:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી

નર્મદા નદી પર ભરૂચ અને અંકલેશ્વર ને જોડતાં ગોલ્ડન બ્રિજની સમાંતર નવનિર્મિત નર્મદામૈયા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું.

ગોલ્ડન બ્રિજની સમાંતર નવા નર્મદામૈયા બ્રિજના નિર્માણથી ટ્રાફિક સમસ્યાથી લાખો વાહનચાલકોને મુક્તિ મળશે, નવનિર્માણ પામેલા નવા બ્રિજ નું લોકાર્પણ ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલનાં કરકમલ દ્વારા કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે પુલ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવા માટે અનેક વખતે સરકાર નું ધ્યાન દોરવામાં આવ્યું હતું, આખરે ગઈકાલે પુલનું ઉદ્ધઘાટન થતાં લોકોમાં ખુશીનો માહોલ,

ભરૂચ શહેરની બાજુમાંથી વહેતી નર્મદા નદી પર હાલમાં વર્ષ ૧૮૮રની સાલમાં અંગ્રેજોના શાસનમાં નિર્મિત ગોલ્ડનબ્રિજ શહેરની આગવી ઓળખ છે. ભરૂચ અને અંકલેશ્વરને જોડતા અન્ય સરદારબ્રિજ,વર્ષ-ર૦૧૭માં નિર્મિત કેબલ સ્ટેયડ બ્રિજ, રેલ્વે લાઈન બ્રિજ આમ કુલ ચાર બ્રિજ આવ્યા છે. ભરૂચના સામેના છેડે એશિયા ખંડની સૌથી મોટી જીઆઈડીસી આવી છે. જેથી બહુ મોટા પ્રમાણ માં અવરજવર રહે,

અંકલેશ્વર જવા આવવા માટે આ બ્રિજો પર અત્યંત ટ્રાફિક રહે છે. આ સમસ્યાના નિવારણ માટે કટિબદ્વ રાજ્ય સરકાર દ્વારા નર્મદા નદી પર ગોલ્ડન બ્રિજની સમાંતર નવો ફોર લેન પુલ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજના લોકાર્પણ બાદ આજથી કાર્યરત થતા ટ્રાફિક સમસ્યાથી લાખો વાહનચાલકોને મુક્તિ મળશે, સાથે દહેજ અને અંકલેશ્વર જીઆઇડીસી સરળતાથી અને ઓછા સમયમાં પહોંચી શકાશે. અંકલેશ્વર અને ભરૂચની અનુક્રમે અંદાજિત ૩,૧પ,પ૯૬ અને ૪,પર,પ૧૭ વસ્તીને યાતયાતનો સીધો લાભ થશે.

આજના કાર્યક્રમમા ઉપ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહીત સાંસદ શ્રી મનશુખ વસાવા, ધારાસભ્ય શ્રીઓ સાથે અન્ય અગ્રણીઓ હાજર રહ્યાં હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है