ક્રાઈમબ્રેકીંગ ન્યુઝ

ગણતરીનાં કલાકોમાં મર્ડરનાં આરોપીને પકડી પાડતી તાપી પોલીસ: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

ડોલવણ ગામે થયેલાં આધેડનાં મર્ડરનાં ગણતરીનાં કલાકોમાં આરોપીને પકડી પાડતી તાપી પોલીસ: 

અધિક પોલીસ મહાનિદેશકશ્રી, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી, તાપી તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વ્યારા વિભાગ, વ્યારા નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ નાઓ દ્વારા શરીર/મિલકત સબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જે અનુસંધાને

(૧) ડોલવણ ગુ.૨૦-૧૧૮૨૪૦૦૯૨૨૦૧૬૩/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૦૨ તથા જી પી એક્ટ-૧૩૫ મુજબનો ગુનો તા.૨૧/૦૨/૨૦૨૨ ના કલાક:-૧૦/૪૫ વાગ્યે ડોલવણ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ આ કામના ફરીયાદીના પડોશી શંકરભાઇ સુરજીભાઇ ચૌધરી ઉ.વ.૭૧ રહે.ડોલવણ ગામ નાકા ફળીયા તા.ડોલવણ જી.તાપી નાઓ પોતાના ઘરે હાજર હતા તે વખતે તા. ૨૦/૦૨/૨૦૨૨ ના કલાક- ૧૯/૩૦ વાગ્યાના સુમારે થી તા.૨૧/૦૨/૨૦૨૨ ના કલાક ૦૮/૩૦ વાગ્યા દરમ્યાન હરકોઇ વખતે કોઇ અજાણ્યા માણસે કોઇક કારણસર પ્રાણઘાતક હથીયાર વડે મરણ જનારના માથાના તથા મોઢાના ભાગે માર મારી ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવી નાશી ગયેલ હોઇ, મરણજનારના વ્યક્તિવની ઝીણવટભરી માહિતી મેળવી અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરેલ હતી. તપાસ દરમ્યાન મરણજનાર શંકરભાઇ સુરજીભાઇ ચૌધરીના નાના ભાઇ શાંતીલાલ સુરજીભાઇ ચૌધરીના દિકરો ગીરીશભાઇનાઓ ઉપર શક હોવાનું જણાવેલ હોઇ, જેથી શકદાર ગીરીશભાઇ ચૌધરીની તપાસ કરતા ઘરે હાજર મળી આવેલ ન હતો તેમજ ગુનાવાળી જગ્યાએ નિરીક્ષણ સારૂ બોલાવેલ ડોંગ સ્કોર્ડનો ડોગ પણ શાંતીલાલભાઇના ઘર સુધી ગયેલ હતો, જેથી ગીરીશભાઇ શાંતીલાલ ચૌધરીની તપાસ કરતા પો.સ.ઇ.શ્રી, આર.એચ.લોટ નાઓને ખાનગી રાહે જાણવા મળેલ કે ગીરીશભાઇ ડોલવણ ગામના ડેપો ફળિયામાં થઇ પોતાના ઘર તરફ આવે છે તેવી હકીકત જાણવા મળતા આ ગુનાનો શકદાર ગીરીશભાઇ શાંતીલાલ ચૌધરીનાઓ ઉનાઇથી બેડચીત જતા રોડ ઉપર ચાલતો ચાલતો આવતો હોઇ જેને કોર્ડન કરી પકડી પાડી ડોલવણ પોલીસ સ્ટેશન લાવી ગુના સબંધે વિશ્વાસમાં લઇ યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા ગીરીશભાઇ શાંતીલાલ ચૌધરીએ આ ગુનાનો એકરાર કરેલ હોઇ અને આ મરણજનાર શંકરભાઇ સુરજીભાઇ ચૌધરી નાઓની ડોલવણ ગામે ખાંડસરી પાસે આવેલ જમીન આ કામે મરણજનાર નાઓ દેવાના હોઇ અને મરણજનાર એકલા રહેતા હોઇ તેમજ મરણજનારની દિકરીના પણ લગ્ન ઘઇ ગયેલ હોઇ, જેથી આ જમીન બાબતે ગીરીશભાઇ શાંતીલાલ ચૌધરી રહે.ડોલવણ ગામ નાકા ફળીયા તા ડોલવણ જી.તાપીનાએ મારક હથીયાર વડે માર મારી શંકરભાઇ સુરજીભાઇ ચૌધરીને જાનથી મારી નાખેલ હોવાની કબુલાત કરેલ હોઇ, આરોપીને તા.૨૧/૦૨/૨૦૨૨ ના કલાક- ૨૩/૩૦ વાગે અટક કરી આગળની વધુ પો.સ.ઇ. શ્રી,આર.એચ. લોહ, ડોલવણ પો.સ્ટે. નાઓ કરી રહેલ છે.

કામગીરી કરનાર ટીમ :

શ્રી,આર.એચ.લોહ પોલીસ સબ ઇન્સ્પેકટર ડોલવણ પો.સ્ટે. તથા અ.હેડ.કો.સુરેશભાઇ છોટુભાઇ બ.નં ૩૦૧ તથા અ.હેડ.કો. હિમાંશુભાઇ બાલુભાઇ બનં ૬૯૧ તથા અ.હેડ.કો.કલ્પેશભાઇ માનસિંગભાઇ બ.નં.૬૮૩ તથા અ.પો.કો.રસિકભાઇ રામાભાઇ બ.નં.૩૫૯ તથા અ.પો.કો કમલેશભાઇ બાલુભાઇ બ.નં.૩૯૨ તથા તાપી એલ.સી.બી. ટીમના શ્રી વાય. એસ. શિરસાઠ, પોલીસ સબ ઇન્સ્પેકટર તથા એ.એસ.આઇ ચેતનભાઇ ગજાભાઇ બ.નં-૩૬૯ અ.હૈ. કો.ધર્મેશભાઇ મગનભાઇ બન ૬૮૬, અ.પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ બ.નં-૩૯૧ અ.પો.કો. રોનકભાઇ સ્ટીવશનભાઇ બ.નં ૩૬૫, અ.પો.કો. શશીકાંત તાનાજીભાઇ બ.નં- ૪૦૮ નાઓએ કામગીરી કરેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है