બ્રેકીંગ ન્યુઝ

ખડકાળા ખાતે આયસર ટેમ્પો બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવાનોનું કરુણ મોત:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, કમલેશ ગાંવિત

નવસારી જિલ્લાનાં વાંસદા ખાતેનાં ખડકાળા ખાતે આયસર ટેમ્પો બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવાનોનું કરુણ મોત નિપજ્યા.

વાંસદા તાલુકાના ખડકાળા ખાતે આવેલ જયપાલસિંહ મુંડા સર્કલ પાસે આયસર ટેમ્પો અને જીજે ૩૦ સી ૪૪૧૧ નંબરની બાઇકનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

મહારાષ્ટ્રનું પારસિંગ ધરાવતો આયસર ટેમ્પાનો ચાલક અકસ્માત બાદ ફરાર: ટેમ્પો નંબર mh-01-cv-3631 

ત્રણેય યુવકોને માથાના ભાગે ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ તેમનું કરૂણ મૃત્યુ થયું.

યુવાનોની ઓળખ ત્રણેય સ્ટુડન્ટ વાંસદાની વાણિજ્ય અને વિનયન કોલેઝ ખાતે પરિક્ષા અર્થે જઈ રહ્યા હતાં.પરિક્ષા પહેલાં ૧૧:૦૦ કલાકના  અરસામાં અકસ્માત નડવા થી ઘટના સ્થળે મૃત્યુ  થઇ જવા પામ્યું હતું. ત્રણે આશાસ્પદ યુવાનો (૧) ગાંગોડા નૈનેશભાઈ મોતીરામભાઈ ઉ.મ.૨૦ ગામ. મલિન (ઉપલુંફળિયું ) (૨) જયદીપભાઈ શૈલેષભાઈચૌધરી ઉંમર.૨૦ ગામ. ડગડીઆંબા ઉપલું ફળિયું (૩) સાહિલભાઈ સોમાભાઈ ગાયકવાડ ગામ. ઘોડી. ઉંમર -20 વર્ષ

વાંસદા પોલીસની ટીમએ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે, તેમજ ૧૦૮ ઇમરજન્સી સેવાના કર્મીઓ પણ ઘટના સ્થળે તુરંત પહોંચ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है