બ્રેકીંગ ન્યુઝ

આહવા રોડ અકસ્માતમાં સ્થળ પર બાઈક સવાર બેનાં મરણ! બાળકીનો આબાદ બચાવ:

 હિંદળા ગામના અશાસ્પદ યુવાનો વિવેક ચૌધરી, રોહિત ચૌધરીના શરીર પર ટ્રક ફરી વળતા બંનેનું ઘટનાં સ્થળે મરણ!

શ્રોત: ગ્રામીણ ટુડે આહવા, સુશીલ પવાર.

આહવા ખાતે બાઈક અને ટ્રક વચ્ચે રોડ અકસ્માતની ઘટના બની: અકસ્માતમાં સ્થળ પર  બાઈક સવારનાં બે  મરણ! બાળકીનો થયો આબાદ બચાવ:
ડાંગ જીલ્લાનાં આહવા નગરના મુખ્ય માર્ગ પર બારડોલી ખાતેની  ટ્રક GJ 21 V- 0540 આઈસર મેકના ડ્રાઇવર મુકેશ પાંડે નામક વ્યક્તિએ આહવા ખાતે બિલ્ડીંગ  મટેરિયલ્સની દુકાને સિમેન્ટ ખાલી કર્યા બાદ રીટન ફરતી વખતે અકસ્માત: માહિતી મુજબ મોટરસાઇકલ GJ15 AP 1465 કલર લાલનાં  સવાર   હિંદળા ગામના યુવાનો વિવેક ચૌધરી, રોહિત ચૌધરીના શરીર પર ટ્રક ફરી વળતા બે વ્યક્તિ નું સ્થળ પર જ પ્રાણ પંખેરૂ ઉડી ગયાં અને રોશનીબેન નામક બાળકીનો આબાદ બચાવ થવા પામ્યો છે .પોલીસ દ્વારા ટ્રક  ડ્રાઇવરની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है