
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
આદિવાસી સમાજનું અપમાન કરવાના બદ ઈરાદે બી.એ. બીજા વર્ષના માટે ના તૈયાર કરેલ પુસ્તકમાં સામે આવ્યો છાબરડો… કે પછી જાણી જોઈને સમાજમાં ઉભી કરાય છે આરાજકતા..?
આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચા અને એક અવાજ એક મોર્ચા ના અઘ્યક્ષ રોમેલ સુતરીયા દ્વારા જાહેર જોગ સંદેશ:
આર. જમાનાદાસ કંપની ઉચ્ચ અભ્યાસ ક્રમ બી.એ. બીજા વર્ષના માટે ના તૈયાર કરેલ પુસ્તકમાં એઈડ્સ ના કારણો દર્શાવનાર ચેપ્ટર માં આદિવાસી સમાજનું અપમાન કરવાના બદ ઈરાદે “આદિવાસી સમાજમાં વેશ્યાઓની પ્રવ્રુતિ નિરંકુશ ચાલ્યા કરે છે.” જેવી પાયાવિહોણી ટીપ્પણી લખેલ છે. જે બાબતે આદિવાસી સંગઠનો તેમજ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ છે.
સોશિયલ મિડિયામાં આ પુસ્તકનું ફોટા વાયરલ થયા બાદ કાયદાકીય કાર્યવાહી નહિ કરાય તેમજ જરુર પડીએ આ પુસ્તક પરત ના લેવાય તેમજ આર.જમનાદાસ કંપની લેખિત માં અને આદિવાસી સમાજની જાહેરમાં માફી ના માગે ત્યા સુધી તેમના મિડિયા હાઉસ સામે અને આદિવાસી વિસ્તારમાં મોટા આંદોલનો થવાની શક્યતાઓ રહે છે.
વેશ્યાવ્રુતિ ને લઈ ને ચાલતી ગેરસમજો દુર કરવાની જગ્યાએ ચોક્કસ સમુદાયની મહિલાઓનું અપમાન કરતી આર. જમનાદાસ કંપની ની આ હરકત નો “આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચા ” પણ સખત વિરોધ કરે છે.
સાથે જ અમે માંગણી કરીએ છીએ કે ગુજરાત સરકાર અને ખાસ ગુજરાત ના શિક્ષણ મંત્રી શ્રી આ વિષય ધ્યાન ઉપર લઈ કોઈ ચોક્કસ સમાજનું તેમજ મહિલાઓનું અપમાન થતુ હોય તેવી ટિપ્પણી સાથે નું આ પુસ્તક પરત ખેચવામાં આવે તથા આર. જમનાદાસ કંપની સામે જરુરી કાયદાકીય પગલા ભરવા માટે પહેલ કરે.
રોમેલ સુતરિયા (અધ્યક્ષ: AKSM/EAEM)