
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ
“લડેગે જીતેગે ” તાપી પાર નર્મદા રિવર લિંક ને લઈ સરકાર વિરુદ્ધ ડાંગ જિલ્લાના આદિવાસી લોકોનો વિરોધ સુર ઉઠ્યો. ધરમપુર, તાપી અને હવે વઘઇ ખાતે જંગી રેલી ..
ગુજરાતના આદિવાસી વિસ્તાર ડાંગ અને દક્ષિણ ગુજરાતમાં તાપી- પાર- નર્મદા રિવર લિંક પરિયોજના ને લઈને વિરોધનો સૂર ઉઠ્યો છે. ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઇ ખાતે જંગી રેલી નું આયોજન..
પાર-તાપી-નર્મદા રિવર લિંકીંગ પ્રોજેક્ટમાં સાત જેટલા ડેમો બનવા જઇ રહ્યા છે. જેમાં ત્રણ મહાકાય ડેમો ડાંગના વઘઇ તાલુકામાં બનવા જઇ રહ્યા છેજેમાં થોડા દિવસ અગાઉ વઘઇ તાલુકામાં ડુબાણમાં આવતા 72 ગામો પૈકી ડુબાણમાં આવતા જામલાપાડા-રંભાસ ખાતે આદિવાસી સંઘર્ષ સાથે એક બિનરાજકીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અને તાપી પાર નર્મદા રિવર લિંક અંતગર્ત ડુબાણમાં જતા પચાસ હજારથી વધુ આદિવાસી લોકોને અસર થવાની છે.
જેના વિરોધમાં જુદા જુદા આદિવાસી સંગઠન સહિત રાજકીય આગેવાનો પણ ડેમ હટાવો ડાંગ બચાવોના સુત્રોની સાથે આદિવાસી સંગઠન સમિતિ સાથે આગળ આવ્યા છે જ્યાં ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઇ ખાતે ડાંગ જિલ્લાના આદિવાસી લોકો એકત્રિત થઈ સરકાર વિરુદ્ધ નારે બાજી કરી આ પ્રોજેટર ને નામંજૂર કરવા સરકાર વિરુદ્ધ જંગી જનમેદની સાથે રેલી કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ જંગી સભા અને રેલી માં વાંસદા ધારાસભ્ય અનંત પટેલ, નેતા પુનાજી ગામીત, માજી કેન્દ્રીય મંત્રી ડો.તુષાર આદિવાસી એકતા પરિષદ ના કમલેશભાઈ પટેલ, ધરમપુર અપક્ષ સભ્ય કલ્પેશ ભાઈ પટેલ, સેલવાસ ના પ્રભુભાઈ ટોકયા અને ડાંગ જિલ્લામાં થી દરેક પાર્ટી ના કાર્યકરો , રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો આ રેલી માં જોડાયા હતા અને સરકાર વિરુદ્ધ અભિ યાન ડેમ ભગાઓ ડાંગ બચાવો માં સહભાગી બન્યા હતા.