ક્રાઈમ

ઝાવડા-ભેંસકાત્રી માર્ગ પર બાઇકની અડફેટે વૃદ્ધાનું મોત:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

ઝાવડા-ભેંસકાત્રી માર્ગ પર બાઇકની અડફેટે વૃદ્ધાનું મોત:

દિનકર બંગાળ, આહવા: ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના ઝાવડા ગામે પૂરઝડપે આવેલી મોટરસાઇકલ વૃદ્ધા માટે કાળ બનીને ત્રાટકતાં તેમનું કરુણ મોત નીપજ્યું હતું. ફોરવ્હીલ વાહનને ઓવરટેક કરવાની ઉતાવળમાં બાઇકચાલકે રોડ ક્રોસ કરી રહેલાં વૃદ્ધાને જોરદાર ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, વૃદ્ધા ઝાવડા-ભેંસકાત્રી રોડ ક્રોસ કરી રહ્યાં હતાં ત્યારે હોન્ડા યુનિકોર્ન મોટરસાઇકલ (નં. GJ-30-E-8857)ના ચાલકે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક વાહન હંકારી તેમને અડફેટે લીધાં હતાં. ટક્કરથી વૃદ્ધાને માથા, હાથ અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.૧૦૮ મારફતે વઘઈ સરકારી દવાખાને ખસેડાતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતાં. અકસ્માતમાં બાઇકચાલકને પણ સામાન્ય ઇજાઓ થઈ હતી.

આ બનાવે પરિવાર પર મોટો આભ તૂટી પડ્યો છે. મૃતકના પુત્ર નાનુભાઈ બાગુલે જામનપાડા ગામના બાઇકચાલક આશિષભાઈ હરેશભાઈ ભોયે વિરુદ્ધ તારીખ ૦૭/૧૧/૨૦૨૬ ના રોજ વઘઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વધુ ઝડપ અને બેદરકારીભર્યું ડ્રાઇવિંગ વધુ એક પરિવાર માટે આજીવન ન ભૂલાય તેવી વેદના છોડી ગયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है