ક્રાઈમ

ઇન્સ્ટાગ્રામ પર ડ્રેસની ઓફરના નામે યુવતી સાથે રૂ. ૫૧,૨૦૦ ની છેતરપિંડી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

ઇન્સ્ટાગ્રામ પર ડ્રેસની ઓફરના નામે યુવતી સાથે રૂ. ૫૧,૨૦૦ ની છેતરપિંડી:

દિનકર બંગાળ, આહવા : ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ભાપખલ ગામની યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ પર ડ્રેસ ખરીદીના બહાને રૂ. ૫૧,૨૦૦ની સાયબર છેતરપિંડી થયાની ફરિયાદ સાપુતારા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.

ફરિયાદ મુજબ યુવતી ઇન્સ્ટાગ્રામ પર રીલ જોઈ રહી હતી ત્યારે ડ્રેસની સસ્તી ઓફર જોવા મળી હતી. રીલ પર ક્લિક કરતાં વોટ્સએપ મારફતે સંપર્ક થયો હતો. યુવતીએ ત્રણ ડ્રેસનો ઓર્ડર આપ્યો હતો, જેની કિંમત રૂ.૧,૨૦૦ ચૂકવ્યા બાદ આરોપીઓએ ડિલિવરી અને ‘સ્ટેટ વેરિફિકેશન’ના નામે વધુ રકમ ભરવાનું જણાવ્યું હતું.

ત્યારબાદ પેમેન્ટ ફેઇલ અને રિફંડના બહાના બનાવી અલગ-અલગ ચાર્જના નામે વારંવાર QR સ્કેનર મોકલી યુવતી પાસેથી ઓનલાઈન પેમેન્ટ કરાવવામાં આવ્યું હતું. વોટ્સએપ કોલ મારફતે પણ વધુ રકમ ભરવાથી અગાઉની સંપૂર્ણ રકમ પરત મળી જશે તેવી ખાતરી આપવામાં આવી હતી. આ રીતે કુલ ૨૬ જેટલા ટ્રાન્ઝેક્શન મારફતે રૂ. ૫૧,૨૦૦ પડાવવામાં આવ્યા હતા.

વારંવાર નવી રકમની માંગણી થતાં યુવતીને છેતરપિંડીની શંકા જતા તેણે સાયબર હેલ્પલાઇન ૧૯૩૦ પર જાણ કરી અને ઈ-ફરિયાદ નોંધાવી હતી. બાદમાં સાપુતારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ફરિયાદમાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને વોટ્સએપ મારફતે ખોટી ઓળખ આપી ડ્રેસના ઓર્ડર તથા રિફંડ અને વેરિફિકેશન ચાર્જના નામે છેતરપિંડી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે. પોલીસે સમગ્ર મામલે ઓનલાઈન વ્યવહારો અને સંડોવાયેલા શખ્સોની ઓળખ અંગે તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है