રાષ્ટ્રીય

ડાંગની દીકરી નિકિતાનો રાષ્ટ્રીય મંચ પર ડંકો, ‘વિકસિત ભારત યુવા પાર્લામેન્ટ ૨૦૨૬’માં ગુજરાતનું ગૌરવ વધાર્યું:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

ડાંગની દીકરી નિકિતાનો રાષ્ટ્રીય મંચ પર ડંકો, ‘વિકસિત ભારત યુવા પાર્લામેન્ટ ૨૦૨૬’માં ગુજરાતનું ગૌરવ વધાર્યું:

રાષ્ટ્રીય કક્ષાએ આયોજિત “વિકસિત ભારત યુવા પાર્લામેન્ટ ૨૦૨૬”માં ડાંગ જિલ્લાની વિદ્યાર્થીની બીજાં ક્રમે

દિનકર બંગાળ, આહવા: મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન હેઠળ માય ભારત દ્વારા આયોજિત “વિકસિત ભારત યુવા પાર્લામેન્ટ ૨૦૨૬” કાર્યક્રમ અંતર્ગત રાજ્યકક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર કૃષિ મહાવિદ્યાલય, નકૃયુ, વઘઇની વિદ્યાર્થીની કુમારી નિકિતાને રાષ્ટ્રકક્ષાએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાનો ગૌરવપૂર્ણ અવસર પ્રાપ્ત થયો હતો. રાષ્ટ્રીય કક્ષાનો “વિકસિત ભારત યુવા પાર્લામેન્ટ ૨૦૨૬” કાર્યક્રમ તા. ૧૫ થી ૧૭ જૂન, ૨૦૨૬ દરમિયાન સંવિધાન સદન, નવી દિલ્હી ખાતે યોજાયો હતો.

આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી પસંદગી પામેલા યુવા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. જેમાં કૃષિ મહાવિદ્યાલય, નકૃયુ, વઘઇની વિદ્યાર્થીની કુમારી નિકિતાએ ગુજરાત રાજ્યનું સફળતાપૂર્વક પ્રતિનિધિત્વ કરીને નવસારી કૃષિ યુનિવર્સિટી તેમજ સમગ્ર ડાંગ જિલ્લાનું નામ રાષ્ટ્રીય સ્તરે ગૌરવાન્વિત કર્યું છે.

કાર્યક્રમ દરમિયાન કુમારી નિકિતાએ “નારી શક્તિ વંદન અધિનિયમ : મહિલા આરક્ષણ બિલ” વિષય પર પોતાના વિચારો અસરકારક રીતે રજૂ કર્યા હતા. લોકશાહી મૂલ્યો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા, માહિતીસભર સંવાદની ક્ષમતા તથા રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેનો સકારાત્મક અભિગમ અત્યંત પ્રશંસનીય રહ્યો હતો. તેમની આ સિદ્ધિ યુવા પેઢી માટે પ્રેરણારૂપ છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યકક્ષાની “વિકસિત ભારત યુવા પાર્લામેન્ટ ૨૦૨૬” સ્પર્ધામાં કુમારી નિકિતા સમગ્ર ગુજરાત રાજ્યમાં દ્વિતીય ક્રમે રહી હતી, જેના આધારે તેમની રાષ્ટ્રકક્ષાએ પસંદગી થઈ હતી. વિદ્યાર્થીનીની આ નોંધપાત્ર સિદ્ધિ પાછળ કૃષિ મહાવિદ્યાલય, નકૃયુ, વઘઇના આચાર્યશ્રી ડૉ. અજય પી. પટેલ, એસ.આર.સી. ચેરમેન ડૉ. પુષ્પેન્દ્રસિંઘ, એન.એસ.એસ. ઓફિસર ડૉ. ધ્રુવ પી. જોષી તથા સમગ્ર સ્ટાફનું માર્ગદર્શન અને પ્રોત્સાહન મહત્વપૂર્ણ રહ્યું છે. કુમારી નિકિતાની આ સિદ્ધિ બદલ નવસારી કૃષિ યુનિવર્સિટી પરિવાર, કૃષિ મહાવિદ્યાલય વઘઇ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है