ક્રાઈમ

સોનગઢ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ પ્રોહિ એક્ટના ફરાર આરોપીને પકડી પાડતી SOG તાપી :

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર ગામીત

સોનગઢ પોલીસ સ્ટેશન સી પાર્ટ ૧૧૮૨૪૦૦૪૨૦૦૮૯૨૪૨૦૨૦ પ્રોહી એક્ટ કલમ ૬૫ઇ,૮૧,૮૩,૯૮(૨) મુજબના ગુનાના નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. તાપી: 

પોલીસ અધિક્ષકશ્રી તાપી-વ્યારાનાઓએ તાપી જીલ્લાના નાસ્તા ફરતા તથા બીજા જીલ્લાના ગુનાઓમાં સંડોવાયેલ અત્રેના જીલ્લાના નાસ્તા ફરતા તથા વોન્ટેડ આરોપીઓને પકડવા સુચના આપેલ હોય, જે આધારે પોલીસ ઈન્સપેક્ટરશ્રી એચ.સી.ગોહિલ એસ.ઓ.જી.તાપીનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ આજ રોજ અ.હે.કો.દાઉદભાઇ ઠાકોરભાઇ બ.નં.૬૬૩, પો.કો. ધનજયભાઇ ઇશ્વરભાઇ બાનં, ૭૭ તથા પો કો.વિપુલભાઇ રમણભાઇ બ નં ૫૦૬, પો.કો. દિગ્વિજયસિંહ કોદરસિંહ બ.નં.૫૩ નાઓ સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન હે.કો. દાઉદભાઇ ઠાકોરભાઇ બ.નં.૬૬૩ તથા પો.કો.વિપુલભાઇ રમણભાઈ બ.નં ૫૦૬નાઓને મળેલ સંયુક્ત બાતમી હકિકત આધારે, ફઝરઅલી ઉર્ફે ચેનગ્રીચો ઇમ્તિયાજ અલી સૈચદ ઉ.વ ૨૭, ધંધો, વેલ્ડીંગ, રહેવાસી, નવાપુર, ભગતવાડી, તા.નવાપુર જી.નંદરબારનાઓ સોનગઢ પોલીસ સ્ટેશન સી પાર્ટ ૧૫૮૨૪૦૦૪૨૦૦૮૯૨/૨૦૨૦ પ્રોહી એક્ટ કલમ ૬૫ઇ,૮૧,૮૩,૯૮(૨) મુજબના ગુનામાં સંડોવાયેલ આરોપીને મોજ- સોનગઢ ઇસ્લામ પુરા ટેકરા પાસેથી પકડી પાડવામાં સફળતા મળેલ છે. સદર આરોપીની સી આર પી.સી. ૪૧(૧) આઇ મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है