
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ , ભરૂચ સુનિતા રજવાડી,
ભરૂચ શહેર વિસ્તારમાં આવેલ ડબઈ ટેકરી ખાતેથી પાન-બિડીની કેબીન તથા રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડી ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ:
ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ.ભરાડા વડોદરા વિભાગ વડોદરાનાઓ તથા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ દ્વરા પ્રોહી/જુગારની ગે.કા. ની પ્રવૃતિઓ ઉપર કાર્યવાહી કરવા આપેલ સુચના આધારે.
પોલીસ ઇન્સપેક્ટર જે.એન.ઝાલાનાઓના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સુચનાઓ આધારે પ્રોહીબિશન કેશો શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. દરમ્યાન આજ રોજ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ ભચ શહેરમાં નાઈટ પેટ્રોલિંગમાં હતી દરમ્યાન મળેલ બાતમી આધારે ભરૂચ શહેર વિસ્તારમાં આવેલ ડબઈ ટેકરી ખાતેથી પાન-બીડીની કેબીન પાસે તથા રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સહીત કુલ મુદ્દામાલ કિં. રૂ. ૪૨,૩૦૦/- સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ભરૂચ શહેર “સી” ડીવીઝન પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે. આગામી દિવસોમાં પણ એલ.સી.બી./ ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા પ્રોહી/જુગારની પ્રવૃતિ ઉપર કાર્યવાહી કરવા કટીબધ્ધ છે.
પકડાયેલ મુદ્દામાલ:
(૧) ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદી જુદી બ્રાંડની નાની મોટી બોટલ બિયર ટીન કુલ નંગ-૧૦૪ [૩. ૩.૨૬,૮૦૦/ (૨) સેમસંગ કંપનીના મોબાઈલ ફોન નંગ-૨ કિ.રૂ. ૧૫,૫૦૦/
કુલ મુદ્દામાલ કિ રૂ. ૪૨,૩૦૦/ હસ્તગત કરેલ આરોપી :
(૧) નવીનભાઈ રણછોડભાઈ વસાવા ઉ.વ.૩૫ રહે. ડુબઈ ટેકરી રણછોડ ભગતનુ ફળીયુ, ઝાડેશ્વર રોડ તા.જી. ભરૂચ
વોન્ટેડ આરોપીઓ;
(૧) નયન ઉર્ફે બોબડો કિશોરભાઈ કાયસ્થ રહેવાસી દાંડીયા બજાર, તા.જી.ભરૂચ
(૨) યોગેશ ઉર્ફે ફકાટ શનુભાઈ મિસ્ત્રી રહેવાસી. સમની ગામ, તા.આમોદ જી.ભરૂચ
(૩) કરણભાઈ દિલીપભાઈ વસાવા રહેવાસી ડુબઈ ટેકરી, તા.જી.ભરૂચ (૪) મારૂતિ સ્વીફટ ડિઝયર સિલ્વર કલરની ગાડીનો ચાલક જેનુ નામઠામ કે ગાડીનો નંબર જણાય આવેલ નથી.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીના નામ: પોલીસ સબ ઇન્સપેક્ટર એ.એસ.ચૌહાણ, હે.કો ઇરફાનભાઇ, અ.હે.કો. જોગેન્દ્રદાન, વુ.હે.કો. અરૂણાબેન તથા પો.કો.તનવિરભાઈ, પો.કો. ફીરોજભાઇ, પો.કો. કીશોરસિંહ, પો.કો.દીપકભાઇ, ડ્રા.પો.કો.કિરીટભાઈ એલ.સી.બી. ભરૂચનાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.