શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી
નબીપુર પો.સ્ટે.વિસ્તારમાં ને.હા.૪૮ ઉપરથી ટ્રાવેલ્સની બસમા પેસેન્જર તરીકે બેસી ભારતીય બનાવટના વિદેશી દારૂની ઇમ્પોર્ટેડ બોટલોની હેરા ફેરી કરતા બે ઇસમોને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી
પોલીસ મહાનિરિક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફ્થી પ્રોહી ગ્રે.કા પ્રવ્રુતિ ઉપર અસરકારક કામગીરી કરી પ્રોહીબિશનના કેશો શોધી કાઢવા આપેલ સુચના આધારે ભરૂચ એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર શ્રી જે.એન.ઝાલા નાઓના માર્ગદર્શન મુજ એલ.સી.બી.ની અલગ અલગ ટીમ દ્રારા પ્રયત્નો હાથ ધરવામા આવેલ દરમ્યાન ને.હા.નં-૪૮ ઉપર પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી આધારે નબીપુર ઓવરબ્રીજ પાસે એક ખાનગી ટ્રાવેલ્સ ની બસ ને અટકાવી તેમા પેસેન્જર તરીકે બેસેલ બે ઇસમોને ભારતીય બનાવટના વિદેશી દારૂની ઇમ્પોર્ટેડ કાયદેસર કાર્યવાહી કરી નબીપુર પો.સ્ટેમાં સોપવામાં આવેલ છે
પકડાયેલ આરોપી:
(૧) આકાશ S/O સુભાષ શિંદે રહે- હડપસર સસાનીયાનગર ગલી નં-૬ પુના મહારાષ્ટ્ર (૨) વિશાલ S/O નાગનાથ શિંદે રહે- હડપસર સસાનીયાનગર ગલી નં-૬ પુના મહારાષ્ટ્ર
કબ્જે કરવામા આવેલ મુદ્દામાલ:
(૧) ભારતીય બનાવટના વિદેશી દારૂની ઇમ્પોર્ટેડ તથા બ્રાન્ડેડ બોટલો નંગ-૩૨ જેની કિ.રૂ.૨૭,૩૮૭/- તથા મોબાઇલ ફોન તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. ૩૫,૩૮૭/- નો મુદ્દામાલ
કામગીરી કરનાર ટીમ:
પો.સ.ઇ પી.એસ.બરંડા તથા પો.સ.ઇ વાય.જી.ગઢવી તથા હે.કો.ચંદ્રકાંતભાઇ તથા હે.કો.જયરાજભાઇ, હે.કો. ઉપેન્દ્રભાઇ તથા હે.કો.દિલીપકુમાર તથા પો.કો મયુરભાઇ એલ.સી.બી. ભરૂચના