
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
સુરતની સર્વોદય નગર પછાત વર્ગ સોસાયટી દ્વારા તેજસ્વી તારલાઓને ઈનામો આપી સન્માનિત કરાયાઃ
સુરતઃ સુરતના ભટાર ખાતે આવેલી સર્વોદયનગર સોસાયટીમાં રહેતા ધોરણ-૧૦ અને ધો.૧૨ના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહન મળી રહે તે માટે પ્રમુખશ્રી અશોકભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણએ વ્યકિત, સમાજ અને રાષ્ટ્રના નિર્માણનું પહેલું પગથીયું છે. શિક્ષણ વ્યવસ્થાએ સમાજનું હ્રદય છે. શિક્ષણ દ્વારા જીવનનું ઘડતર અને ચણતર થાય છે, સારા અભ્યાસ થી માતા- પિતાનું અને સોસાયટીનું અને સમાજનું ગૌરવ વધે છે. સમય અને તક કયારે કોઇની રાહ જોતી નથી. છેલ્લા છ વર્ષથી આવા કાર્યક્રમો થકી સોસાયટીનું સંગઠન મજબૂત બને અને વિદ્યાર્થી- વિદ્યાર્થીઓને પ્રેરણા મળી રહેશે તેવા આશયથી કાર્ય કરી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે દાતાઓના સહકારીથી તેજસ્વી તારલાઓને સ્કુલબેગ, પાણીની બોટલ,ઘડિયાળ, બોલપેન, બોક્ષનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સોસાયટીના ઉપપ્રમુખશ્રી રીનાબેન પટેલ, ઢોડીયા સમાજના પ્રમુખશ્રી દિનેશભાઇ પટેલ, રાઠોડ સમાજના પ્રમુખશ્રી ભરતભાઇ, ડો.નિતીનભાઇ ચૌધરી, શ્રીપ્રફૂલભાઇ પટેલ, શ્રી તેજસ પટેલ, કમિટીના સભ્યો, સહિત ખૂબજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
પત્રકાર: ફતેહ બેલીમ બ્યુરો ચીફ સુરત