બિઝનેસ

ડિજિટલ બજેટ-2021 માં કોને શુ મળ્યું? વાંચો ટૂંકો સાર:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વેબ ટીમ

આત્મ નિર્ભર, ડિજિટલ બજેટની મુખ્ય બાબતો નો ટૂંકો સાર:
ભારતના ઇતિહાસ માં પહેલી વખતે ડિજિટલ બજેટ-2021 એક મેક ઈન ઇન્ડિયન ટેબ્લેટ માં નાણાંમંત્રી શ્રીમતી. નિર્મલા સીતારમણ દ્વારા સંસદમાં રજુ કરવામાં આવ્યું હતું.
ડિજિટલ બજેટ-2021પર્યાવરણ લક્ષી અને કોઈપણ લિખિત લખાણ વગરનું

ભારતીય શેરબજારે બજેટને વધાવ્યું જોવાં મળ્યો ભારે અંકનો ઉછાળ:બજેટ આવવાથી બજારમાં ઉત્સાહ, સેન્સેક્સ 2000 અંક વધ્યો.

આજ દિન સુધી બજેટ ની પ્રત તૈયાર કરવાં (છાપવા) કરોડો રૂપિયાનો ખર્ચ થતો હતો. પરંતુ ડિજિટલ રૂપે આ વર્ષનું બજેટ રજુ કરતાં ” આત્મનિર્ભર બજેટ ” નામ અપાયું.

* ઇન્કમટેક્ષ સ્લેબમાં કોઇ બદલાવ નહીં.
* નોકરિયાત વર્ગને ટેક્સમાં કોઇ રાહત નહીં.
* શિક્ષા ક્ષેત્રે નવાં પ્લાનિંગ કરાશે.
* મોબાઇલ પાર્ટસ પર 2.5 ટકા કસ્ટમ ડયૂટી લાગશે.
* મોબાઇલ ફોન વધુ મોંઘા થવાની શકયતા.
* મોબાઇલ અને ચાર્જર મોંઘા થશે.
* સોના-ચાંદી સસ્તું થવાની શકયતા.
* સ્ટીલ પર 7.5 ટકા કસ્ટમ ડયૂટી ઘટાડાઇ, થશે સસ્તું.
* ઓટોપાર્ટસ પર કસ્ટમ ડયૂટી વધારાઇ, થશે મોંઘુ.
* લોખંડ-સ્ટીલ સસ્તું થશે.
* 75 વર્ષથી ઉપરનાં સિનિયર સીટીઝન માટે મોટી જાહેરાત,
* 75 વર્ષનાં વૃદ્ધો માટે હવે આવકવેરો લાગૂ નહીં.
* માત્ર પેન્શનધારક,વરિષ્ઠ નાગરિકોને ટેકસમાં મુક્તિ અપાય.
* સસ્તા મકાન માટે 1 વર્ષ માટે રાહત વધારાઇ.
* 31 માર્ચ 2022 સુધી સ્ટાર્ચઅપ ટેક્સમાં છુટ.
* વર્ષ 2022 સુધી હોમલોન પર છુટ અપાઇ.
* મિશન પોષણ 2.0 લોન્ચ કરાશે.
* સ્વાસ્થ્ય માટે 2,23,849 કરોડની ફાળવણી.
* ભારત મિશન અંતર્ગત શહેરમાં અમૃત યોજનાને આગળ વધારવામાં આવશે.
* અમૃત યોજના માટે 2,87,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે
* કોરોના વેક્સિન માટે 35 હજાર કરોડની જાહેરાત.
* આ વર્ષે સ્વાસ્થ્ય પર વધુ ભાર અપાશે.
* જૂના વાહનો માટે સ્ક્રેપ પોલીસી આવશે.
* આત્મનિર્ભર ભારત હેઠળ ખેડૂતોની આવક ડબલ થશે.
* હેલ્થ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું બજેટ વધારાશે.
* 7 ટેક્સટાઈલ પાર્ક બનાવવામાં આવશે.
* તમિલનાડુ નેશનલ હાઈવે પ્રોજેક્ટ માટે 1.03 લાખ કરોડ ફાવવ્યા,જેમા ઈકોનોમિક કોરિડોર બનાવવામાં આવશે.
* કેરળમાં પણ 65 હજાર કરોડના નેશનલ હાઈવે બનાવવામાં આવશે.
* મુંબઈ- કન્યાકુમારી ઈકોનોમી કોરીડોરની જાહેરાત.
* પશ્ચિમ બંગાળમાં કોલકતા- સીલીગુડી નેશનલ હાઈવે પ્રોજેક્ટની જાહેરાત.
* રેલવેને 1 લાખ 10 હજાર 55 કરોડની ફાળવણી.
* રેલવેમા વિસ્ટા ડોમ કોચ બનાવવામાં આવશે.
* રાષ્ટ્રીય રેલ યોજના 2030 સુધી તૈયાર કરાશે.
* ગ્રાહકોને વીજ કંપની પસંદ કરવાનો વિકંલ્પ મળશે.
* 18000 કરોડના ખર્ચે પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ લાગુ થશે.
* ઉર્જા ક્ષેત્રમાં મોટા સુધારા કરવામાં આવ્યા, વીજળી ક્ષેત્રમાં 3 લાખ કરોડની સ્કિમની જાહેરાત.
* હાઈડ્રોજન પ્લાંટ બનાવવાની જાહેરાત.
* ઉર્જા ક્ષેત્રમાં PPP મોડેલ હેઠળ પ્રોજેક્ટો પૂરા કરવામાં આવશે.
* જમ્મુ-કાશ્મીરમાં શરૂ થશે ગેસ પાઈપલાઈન યોજના.
* ઉજ્જવલા યોજના હેઠળ એક કરોડ વધુ લાભાર્થીઓને જોડવામાં આવશે.
* હવે ઈન્શ્યોરન્સ ક્ષેત્રમાં 74 ટકા સુધી FDI થઈ શકશે,પહેલા આ 49 ટકાની મંજૂરી હતી.
* રોકાણકારો માટે ચાર્ટર બનાવવાની જાહેરાત થશે.
* એર ઈન્ડિયાને સરકાર વેંચશે.
* આ વર્ષે એલ.આઈ.સી.નો IPO આવશે.
* ટેક્સ ઓડિટની લિમિટ 5 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવી.
* 3 વર્ષ જૂના ટેક્સના પેન્ડિંગ કેસ ખોલવામાં નહીં આવે. ગંભીર મામલામાં જ 10 વર્ષ જૂના કેસ ખોલાશે.
* NRI ને ઓડિટમાં છૂટ મળશે.
* ગ્રાહકો હવે મરજી પ્રમાણે પાવર ડિસ્ટ્રીબ્યૂટર પસંદ કરી શકશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है