દક્ષિણ ગુજરાતમારું ગામ મારાં ન્યુઝ

દેડીયાપાડા ખાતે નિવૃત શિક્ષક સન્માન કાર્યક્રમ સાથે રક્તદાન શિબિર યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

નર્મદા: દેડીયાપાડા ખાતે કોવિડ -19 મહામારીના વિકટ પરિસ્થિતિને ધ્યાને લઇ રક્તદાન શિબિર અને નિવૃત થતાં  શિક્ષકોનો  સન્માન કાર્યક્રમ યોજાયો હતો:

શિક્ષણ વિભાગ ગુજરાત રાજય પ્રેરિત , જિલ્લા શિક્ષણાધિકારી કચેરી , રાજપીપળા તથા નર્મદા જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપલાના સંયુક્ત ઉપક્રમે કોવિડ -19 મહામારીના વિકટ સમયે જરૂરતમંદની સહાય માટે અને લોહીની અછતને પોહચી વળવાના શુભ આશયે  રક્તદાન શિબિર-2020નું આયોજન અને નિવૃત સારસ્વતશ્રીનું સન્માન કાર્યક્રમ બી.આર.સી. ભવન , ડેડીયાપાડા ખાતે રાખવામાં આવેલ હતું . કાર્યક્રમનું ઉદઘાટન માનનીયશ્રી મનસુખભાઇ વસાવા સાહેબના વરદ હસ્તે કરવામાં આવનાર હતું પણ અગમ્ય કારણસર આવી  નહીં  સકતા ટેલિફોનિક જાણ થતાં જિલ્લા શિક્ષણાધિકારી દ્દ્રારા કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો. જિલ્લા શિક્ષણાધિકારી પટેલ સાહેબનું સ્વાગત તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી ચાર્લેશભાઈ દ્દ્રારા કરવામાં આવ્યું.

રાજપીપળા ડાયટના પ્રાધ્યાપકશ્રીનું સ્વાગત તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રીશ્રી જયેશભાઈ દ્દારા કરવામાં આવ્યું અને પ્રાસંગિક પ્રવચન ચરલેશભાઈ દ્દારા આપવામાં આવ્યું અને ત્યાર બાદ નિવૃત સારસ્વતશ્રીનું સન્માન કરવામાં આવ્યું જેમાં 11 જેટલા નિવૃત શિક્ષકો જેમાં (1) ભાંગડીબેન ટી .વસાવા (તાલુકા કુમાર પ્રા.શાળા,ડેડિયાપાડા ) (2) રમેશચંદ્ર સી. વસાવા (પ્રા.શાળા ખટામ) (3) ભાયલાલભાઇ એન.રોહિત ( પ્રા.શાળા કંઝાલ ) (4) ઇશ્વરભાઈ એમ.પટેલ ( પ્રા.શાળા ગજરગોટા ) (5) સમુયેલભાઈ સી. ભગત (પ્રા.શાળા સકવા ફળી ) (6) ગોવિંદભાઇ બી.વસાવા ( પ્રા.શાળા પોમલાપાડા )  (7) ફૂલસિંગભાઈ સી.વસાવા ( પ્રા.શાળા કુનબાર )  (8) મહેન્દ્રભાઇ બી. ગજ્જર ( પ્રા.શાળા ડાબકા )  (9) દિનેશભાઇ ડી.પટેલ ( પ્રા.શાળા શીશા ) (10 ) લક્ષ્મીબેન સી. વસાવા ( પ્રા.શાળા કેવડી )  (11) કલ્પનાબેન સી. પટેલ (પ્રા.શાળા કુકરદા )  તમામને સાલ ઓઢાડી પુસ્પગુચ્છ અને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું અને એમના શેષ જીવન દીર્ઘાયું, નિરામય રહે એમાટે પ્રભુને પ્રાર્થના કરવામાં આવી અને એમના શિક્ષણક્ષેત્રેના ક્ષુબ્ધ વાતાવરણમાં સમન્વય સાંધી દીર્ઘકાળ સેવા આપી, વણથમ્બી આગે કુચ આદરી , વિદ્યાર્થીઓમાં  શિક્ષણ સહ સંસ્કાર સિંચન દ્દારા શુભનિષ્ઠા જગાવી દૈદીપ્યમાન કેડી કંડારી છે, જે અમારા ધ્યાન બહાર નથી વહીવટ અને શિક્ષણનો અમૂલ્ય સમન્વય સાંધી અર્થપ્રધાન વાતાવરણ વચ્ચે પણ અક્ષુણ્ણ પ્રતિબધ્ધતાને વળગી રહી સાંગોપાંગ શિક્ષણનો સેવાકાળ પૂર્ણ કર્યો છે તે બદલ નિવૃત થતાં તમામ શિક્ષકોને અનેકાનેક શુભેચ્છાઓ અને સેવાઓ બદલ  ધન્યવાદ આપવામાં આવ્યું હતું. 
રક્તદાન શિબિરમાં ડેડીયાપાડા તાલુકાનાં તમામ ક્લસ્ટરમાથી ઉત્સાહ પૂર્વક શિક્ષકોએ ભાગ લીધો અને 58 યુનિટ જેટલું બ્લડ એકત્રિત થયું રક્તદાન કરવા પહેલા ચા નાસ્તો અને રક્તદાન કર્યા પછી જમવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું “જીવતા જીવ રક્તદાન , મૃત્યુ સમયે નેત્રદાન “ નોપ સંકલ્પ લઇ કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है