ક્રાઈમ

સાયબર ક્રાઇમના નાણાકીય છેતરપીંડીના બનાવમાં ભોગ બનનારના રૂ.૧,૫૧,૯૫૦/ પરત મેળવી આપતી ભરૂચ સાયબર ક્રાઇમ સેલ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી

પોલીસ મહાનિરિક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓના માર્ગદર્શન તથા સુચના અનુસંધાને ભરૂચ જીલ્લામાં બનતા સાયબર ક્રાઇમના કેસોમાં ભરૂચ જીલ્લા એલ.સી.બી.પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.ઝાલા તથા પો.સ.ઇ. શ્રી પી. એસ.બરંડા તથા પો.સ.ઇ. એ.એસ.ચૌહાણના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ સેલની ટીમ એ ટી એમ, ફ્રોડ, લોન-લોટરી ફોડ, જોબ ફ્રોડ, શોપીંગ ફ્રોડ, આર્મીના નામે OLX ફેસબુક એડમાંથી વસ્તુ ખરીદીને લગતા ક્રોડ જેવા સાયબર ક્રાઇમના બનાવોમાં ભરૂચ જીલ્લા સાયબર સેલ હંમેશા ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થાય છે.

અત્રેના જીલ્લામાં સાયબર ક્રાઇમને લગતા બનાવમાં અરજદારનું ઇ- મેઇલ આઇ.ડી, હેક કરી તેમાંથી બેંક એકાઉન્ટની વિગત મેળવી હેક કરેલ ઇ-મેઇલ આઇ.ડી. બેંકમાં રજીસ્ટર્ડઇ માં ઓ.ટી.પી જનરેટ કરી ઓનલાઇન રૂપીયા ટ્રાન્ફરકરી લીધેલ હતા. જે બનાવમાં અરજદાર દ્વારા તાત્કાલીક સાયબર સેલનો સંપર્ક કરતા સાયબર ક્રાઈમની ટીમ દ્વારા આ બનાવમાં ભોગ બનનારને મદદરૂપ થઇ તાત્કાલીક એક્શન લઇ ટેકનીકલ એનાલીસીસ ના આધારે ભોગ બનનાર અરજદારના કુલ રૂ.૧,૫૧,૯૫૦/-બેંક એકાઉન્ટમાં પરત મેળવી આપેલ છે.

ભરૂચ જીલ્લા સાયબર સેલ દ્વારા જણાવવામાં આવે છે કે આપના મોબાઇલ ઉપર કોઇ પણ પ્રકારના બેન્કમાંથી માહીતી માટે ફોન આવે તો આવા ફોન નો જવાબ આપવો નહીં જરૂર જણાય તો રૂબરૂ બેન્કમાં જઇ માહીતી મેળવી અથવા આપવી, “Google.com” ઉપરથી મેળવેલ કોઇ પણ કસ્ટમર કેરના નંબર ઉપર ભરોશો કરવો નહીં, કસ્ટમર કેર નંબર ઓફીસીયલ વેબસાઇટ ઉપરથીજ લેવો તેમજ આવા ફોન નંબર પર વાત કરતા સમયે કોઇ પણ પ્રકારની બેંકની માહીતી ઓ.ટીપી. સી.વી.વી. ગુપ્ત પીન વગેરે આપવું નહીં કે કોપ પણ પ્રકારનું મોબાઇલમાં એપ્લીકેશન ઇન્સ્ટોલ કરવા કહે તો કરવું નહી તેમજ આપની જાણ માટે કે UPI પીન ફક્ત ને ફક્ત રૂપીય ટ્રાંસફર કરવા માટે એપમા એન્ટર કરવાનો હોઇ છે રૂપીયા રીસીવ કરવા માટે UPI પીન એન્ટર કરવાનો હોતો નથી જેની તકેદારી રાખવી, આવા કિસ્સામાં આપ નાણાકીય છેતરપીંડીનો ભોગ બની શકો છો.

જરૂર જણાય ભરૂચ સાયબર સેલ અથવા નજીકના પોલીસ સ્ટેશન અથવા ૦૨૬૪૨-૨૨૩૩૦૩ અથવા ૧૦૦ નંબર પર સંપર્ક કરવો.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है