ક્રાઈમ

સગીરા ના સામુહિક બળાત્કારના ગુનાના કામના આરોપીઓને ગણત્રીના કલાકોમાં ઝડપી પાડતી નર્મદા પોલીસ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ,  નર્મદા સર્જનકુમાર

નર્મદા જીલ્લાના ડેડીયાપાડા માં બનેલ ચકચારી સામુહિક બળાત્કારના ગુનાના કામના આરોપીઓને ગણત્રીના કલાકોમાં નર્મદા પોલીસે દબોચી લીધા;

ડેડીયાપાડા પોલીસે સંયુક્ત ઓપરેશન કરી સગીર વયની કિશોરી ઉપર સામુહીક બળાત્કારની ઘટના સામે આવતાં જ ગુનાનાં આરોપીઓની શોધખોળ ચાલુ કરી હતી;

શ્રી એમ.એસ.ભરાડા, ઇચા.પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરાનાઓ તથા શ્રી હિમકર સિંહ, પોલીસ અધિક્ષક, નર્મદાનાઓની સુચના તથા માર્ગદર્શન અનુસંધાને જીલ્લામાં શરીર વિરૂધ્ધના અનડેટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા તથા આવા ગુનેગારોને ઝડપી જેલ હવાલે કરવાની સુચના તથા માર્ગદર્શન અનુસંધાને શ્રી રાજેશ પરમાર, ના.પો.અધિ.રાજપીપલા વિભાગના સુપરવિઝન હેઠળ શ્રી પી.પી.ચૌધરી, સી.પી.આઇ. ડેડીયાપાડા તથા શ્રી એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. તથા એલ.સી.બી. ટીમના પોલીસ માણસો તથા શ્રી બી.આર.પટેલ, પો.સ.ઇ. ડેડીયાપાડા તથા ડેડીયાપાડા પોલીસે સંયુક્ત ઓપરેશન કરી ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારમાં થયેલ સગીર વયની કિશોરી ઉપર સામુહીક બળાત્કારની ઘટનાના આરોપીઓની શોધખોળ કરવા અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કરેલ. જે અનુસંધાને ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારમાં ખાનગી બાતમીદાર મારફતે બાતમી આધારે આ સામુહીક બળાત્કારને અંજામ આપનાર આરોપીઓ (૧) અંકીતભાઇ સતીશભાઇ તડવી રહે. થાણાફળીયા ડેડીયાપાડા (૨) આકાશભાઇ અશોકભાઇ વસાવા (૩) રવિકુમાર ઉર્ફે બુશી અતુલભાઇ માછી (૪) રાહુલકુમાર છગનભાઇ વસાવા ત્રણેય રહે. પારસી ટેકરા ડેડીયાપાડા (૫) રાહુલભાઇ ઉર્ફે નાનુ જયેશભાઇ સોલંકી રહે. નવીનગરી ડેડીયાપાડા તથા (૬) અન્ય, કાયદાના સંધર્ષમાં આવેલ કિશોરને ગણત્રીના કલાકોમાં ઝડપી પાડી યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતાં સદર સામુહીક બળાત્કારનો ગુનાની કબુલાત કરેલ હોય જેથી તમામ આરોપીઓ વિરૂધ્ધ દેડીયાપાડા પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નંબર ૧૧૮૨૩૦૦૪૨૨૦૦૫૩/૨૦૨૨ ઇ.પી.કો.કલમ-૩૬૩, ૩૭૬(ડી), ૩૭૬(૨)(એન), ૫૦૬(૨) તથા પોક્સો એક્ટ કલમ-૪,૬,૧૭, તથા એટ્રોસીટી એક્ટ ૩(૧) (આર) (ડબલ્યુ), ૩ (૨) (૫) મુજબના નોંધાયેલ ગુનાના કામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है