ક્રાઈમ

વ્યારા ટાઉનમાં થયેલ બિલ્ડરની ચકચારી હત્યાનો ભેદ ઉકેલતી તાપી જીલ્લા પોલીસ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

પાછલાં દિવસોમાં તાપી જીલ્લા મથક વ્યારા ટાઉનમાં થયેલ બિલ્ડરની ચકચારી હત્યાનો ભેદ ગણતરીનાં દિવસોમાં ઉકેલતી તાપી જીલ્લા પોલીસ:

વ્યારા પો.સ્ટે. ગુ.ર-૧૧૮૨૪૦૦૬૨૧૧૧૦૬/૨૦૨૧ ઇપીકો કલમ- ૩૦૨, ૩૦૭,૩૨૪:૧૨૦(બી), તથા જી.પી.એકટ ૧૩૫ મુજબના કામે ફરીયાદી અતુલભાઇ હિરાલાલ શાહ રહેવાસી- રાયકવાડ મહોલ્લો વ્યારા તા.વ્યારા જી.તાપીના કાકા ભાઇ/મરણ જનાર નિશિષભાઈ મનુભાઇ શાહ ઉ.વ.-૫૧ રહેવાસી- રાયકવાડ મહોલ્લો વ્યારા તા વ્યારા જી તાપી નાઓ તા.૧૪/૦૫/૨૦૨૧ના કલાક- ૨૦/૧૫ થી કલાક-૨૦/૩૦ દરમ્યાન વૃંદાવાડી હનુમાનજીના મંદિર પાસે હાઇ-વે રોડની બાજુમાં તરબુચ વાળાની દુકાને તરબુચ લઇ પોતાની સફેદ કલરની એકસીસ મોપેડ નંબર-GJ 26 AA 2700ની લઇ જતા હતા ત્યારે એક સિલ્વર કલરની મહિન્દ્રા કંપનીની KUV ફોરવ્હીલ ગાડી નં. GJ-05-JP-2445 માં ચાર અજાણ્યા ઇસમો પુર્વ આયોજીત કાવતરૂ રચી ફોરવ્હીલ ગાડીથી નિશિષભાઇની મોપેડને ટક્કર મારી મરણ જનાર નિશિષભાઇ મનુભાઇ શાહને નીચે પાડી દીધેલ ત્યારબાદ ઉપરોકત અજાણ્યા ઇસમો ફોરવ્હીલ ગાડીમાંથી તલવાર અને ચપ્પુ લઇને ઉતરતા તરબુચવાળા ગણેશભાઇ બળવંતભાઇ લિહારકર અને તેનો સાળો દિગમ્બર ઢોઢીરામ સુપલકર બંને હાલ રહેવાસી વ્યારા તા.વ્યારાનાઓ વચ્ચે પડતા તેઓ બન્નેને ચપ્પુ અને તલવાર વડે જીવલેણ ઇજા પહોચાડી ત્યાર પછી નિશિષભાઇની પાછળ દોડીને શનિદેવના મંદિર આગળ રોડ ઉપર નીચે પાડી તલવાર અને ચપ્પુ વડે માથાના ભાગે તથા નાક ઉપર તથા છાતી ઉપર તથા પેટ ઉપર તથા પીઠ ઉપર તથા હાથ ઉપર આશરે બાર થી પંદર જેટલા જીવલેણ ઘા મારી કોઇ અગમ્ય કારણસર મોત નિપજાવી ખુન કરી તેમજ જીલ્લા મેજી. સાહેબ તાપીના જાહેરનામાનો ભંગ કરી નાસી ગયેલાનો ચકચારી બનાવ બન્યાની ફરીયાદ તા.૧૪/૦૫/૨૦૨૧ના રોજ વ્યારા પો. સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે.

આ કામે પોલીસ અધિક્ષક શ્રી સુજાતા મજમુદાર તાપી તથા શ્રી આર.એલ. માવાણી નાયબ પોલીસ અધિક્ષક વ્યારા વિભાગ વ્યારા નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સદર બનાવ બનેલ તે જગ્યાના સી.સી.ટી.વી ફુટેજ (કે જે સી.સી.ટી.વી. વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત કાર્યરત છે.) તેમજ ટેકનિકલ સર્વેલન્સ તેમજ બાતમીદારોની મદદથી ગુનાના કામે અનેક શકદારોની પુછપરછ કરવામાં આવેલ જે પુછપરછ દરમ્યાન શકદાર (૦૧) પરિમલભાઇ જશવંતભાઇ સોલંકી રહેવાસી બેથેલ કોલોની, અંધારવાડી રોડ વ્યારા તા.વ્યારા (૦૨) સંજયભાઇ ઉર્ફે ટીકલો ગોવિંદભાઇ રબારી (કરમટીયા) રહેવાસી બાબુનગર રામકબીર મીલ, મઢી ગામ તા. બારડોલી નાઓની યુકિત-પ્રયુકિતથી, ઉડાણપુર્વક પુછપરછ કરતા તેઓ ગુનાની હકીકત જણાવેલ છે કે નવીનભાઇ ભવરલાલ ખટીક મારવાડી હાલ રહે. તોરણ રેસીડન્સી વ્યારા તા.વ્યારા નાએ તેના મિત્રો (૦૧) પ્રતીક ખીમજીભાઇ ચુડાસમા રહે. અમરોલી સુરત તથા (૦૨) નવીન ઉર્ફે રિવ ચુડામણ રહે. અમરોલી સુરત તથા (૩) દેવા મરાઠી તથા (૦૪) મન્નુ માલીયા ઓરિસ્સાવાલા હાલ રહે. કતારગામ સુરત નાઓને વ્યારા ખાતે બોલાવી નવીનભાઇ ભવરલાલ ખટીક નાએ પોતાના જુના ઘરમાં ચારેય જણાને રાખી પોતાની પાસેની સિલ્વર કલરની મહિન્દ્રા કંપનીની KUV ફોરવ્હીલ ગાડી નં. GJ-05-JP-2445 આપેલ હતી

આ કામે નવીનભાઇ ભવરલાલ ખટીક નાઓ તેના મિત્રો (૦૧) પ્રતીક ખીમજીભાઈ ચુડાસમા રહેવાસી અમરોલી સુરત તથા અન્ય મિત્રો સાથે તા.૧૦/૦૫/૨૦૨૧ના રોજ સાપુતારા ખાતે ફરવા ગયેલા તે વખતે નવીનભાઇ ખટીકે પ્રતિક ચુડાસામાને કહેલ કે વ્યારામાં એક નીશીષ વાણીયો કરીને છે જેના હાથ ટાંટીયા તોડીને જાવ હુ તમને રૂપિયા ૮૦,૦૦૦/-આપી દઇશ તેવી સોપારી આપેલ હતી. નવીન મારવાડી તથા તેઓએ ભેગા મળી મરણ જનારની ૩(ત્રણ) દિવસ સુધી રેકી કરી તેમજ હાઇવે ઉપર આવેલ હોટલ ઉપરથી ચપ્પુ, બેઝ બોલના ડંડા તથા હાથની લોખંડની ફેટ ખરીદી તા૧૪/૦૫/૨૦૨૦૧ના રોજ રાત્રિના કલાક-૦૮/૦૦ થી ૮/૩૦ દરમ્યાન ગુનાને ચારેય જણાએ અંજામ આપી નવીનભાઇ ભવરલાલ ખટીક નાઓની સુચના મુજબ હાઇવે ઉપર આવેલ હોટલ પાસે ભેગા થઇ સ્વીફટ ગાડીમાં નવીન ભરવલાલ ખટીક અને પરિમલભાઇ જશવંતભાઇ સોલંકી તથા KUV ફોરવ્હીલ ગાડી નં. GJ-05-JP 2445 માં (૦૧) પ્રતીક ખીમજીભાઇ ચુડાસમા રહેવાસી અમરોલી સુરત તથા (૦૨) નવીન ઉર્ફે રિવ ચુડામણ રહેવાસી અમરોલી સુરત તથા (૦૩) દેવા મરાઠી તથા (૦૪) મન્નુ માલીયા ઓરિસ્સાવાલાનાઓ મઢી ખાતે રહેતા સંજયભાઇ ઉર્ફે ટીકલો ગોવિંદભાઇ રબારીનાઓ પાસે ગયેલા ત્યાંથી ગુનામાં વાપરેલ KUV ફોરવ્હીલ ગાડી નં. GJ-05-JP-2445ને મઢી ગામની સીમમાંથી પસાર થતી નહેરના પાણીમાં નાખી પુરાવાનો નાશ કરેલ ત્યારબાદ સંજયભાઇ ઉર્ફે ટીકલો ગોવિંદભાઇ રબારીની XUV નંબર GJ 05 JR 1570 માં બેસી છ જણા બેસી અંકલેશ્વર –ભરૂચ હાઇવે રોડ ઉપર ચારેય જણાને ઉતારી ગયેલ હતા.

આ કામે પરિમલ જશવંતભાઇ સોલંકીનાઓ આરોપી (૦૧) પ્રતીક ખીમજીભાઇ ચુડાસમા રહેવાસી અમરોલી સુરત તથા (૦૨) નવીન ઉર્ફે રવિ ચુડામણ રહેવાસી અમરોલી સુરત નાઓને અગાઉથી ઓળખતો હોય તેણે જણાવેલ કે ૦૧) પ્રતીક ખીમજીભાઇ ચુડાસમા રહેવાસી અમરોલી સુરત તથા (૦૨) નવીન ઉર્ફે રિવ ચુડામણનાઓ અમરોલી સુરતમાં છે તેવી માહીતી આધારે વ્યારા પોલીસ સ્ટેશન તથા એલ.સી.બી.શાખા તાપી નાઓની ટીમ બનાવી તેમજ ડી.સી બી.ક્રાઇમ બ્રાંચ સુરત ટીમની મદદ મેળવી સુરત ખાતે આરોપીની તપાસમા મોકલતા આરોપી (૦૧) પ્રતીક ખીમજીભાઇ ચુડાસમા રહેવાસી અમરોલી સુરત તથા (૦૨) નવીન ઉર્ફે રિવ ચુડામણ રહેવાસી અમરોલી સુરતનાઓ મળી આવતા તેઓની ગુનાના કામે અટકાયત કરવાની કાર્યવાહી કરેલ છે.

આ કામે ગુનામાં સંડોવાયેલ ફોર વ્હીલ ગાડી KUV ફોરવ્હીલ ગાડી નં. GJ-05-JP-2445ની છેલ્લા એકાદ વર્ષથી નવીનભાઇ ભવરલાલ ખટીકનાનો ફોર વ્હીલ ગાડી KUV ફોરવ્હીલ ગાડી નં. GJ-05-JP-2445વાપરતો હતો. તેનો કબજો તપાસ દરમ્યાન પુરવાર થયેલ છે.

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ: 

(૦૧) નવીનભાઇ ભવરલાલ ખટીકની વિરુદ્ધમાં વ્યારા પો.સ્ટે ગુ.ર.નં ૬૫/૨૦૧૭ ઇ.પી.કો કલમ ૩૯૭, ૩૪૩, ૩૪૮, ૩૬૫, ૫૦૬(૨),૧૭૦ તથા મુંબઇનો નાણાંની ધીરનાર કરનારાઓ બાબતનો અધિનિયમ ૧૯૪૬ની કલમ-૩૩,૩૫(ક) મુજબ તથા પ્રોહીબિશનના ગુના દાખલ થયેલ છે.

(૦૨) સંજયભાઇ ઉર્ફે ટીકલો ગોવિંદભાઇ રબારી (કરમટીયા) રહેવાસી બાબુનગરની વિરુધ્ધમાં મારામારી, રાયોટીંગ તથા મારી નાખવાની કોશિષ મુજબ ગુનાના નોંધાયેલા છે. (૦૩) પ્રતીક ખીમજીભાઇ ચુડાસમા રહેવાસી અમરોલી સુરતની વિરુદ્ધમાં રાયોટીગ, લુંટ ગુના નોંધાયેલા છે તથા (૦૪) નવીન ઉર્ફે રવિ ચુડામણ નાઓની વિરુધ્ધ લુંટ, રાયોટીંગના ગુના સુરત શહેરમાં દાખલ થયેલા છે. પાસા એકટ હેઠળ સજા ભોગવેલ છે.

તપાસ દરમ્યાન કબજે કરેલ મુદામાલ:

(૦૧) ફોર વ્હીલ ગાડી KUV ફોરવ્હીલ ગાડી નં. GJ-05-JP-2445 (૦૨) ફોર વ્હીલ ગાડી XUV નંબર GJ 05 JR 1570 (૦૩) બેઝ બોલ, દંડા અને ચપ્પુ.

આ કામે નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી તેઓને ઝડપી આ ગુનો ગણતરીના દિવસોમાં બિલ્ડરની હત્યાનો વણશોધાયેલ ગુનો શોધી કાઢી તાપી જીલ્લા પોલીસે પ્રશસનીય કામગીરી કરેલ છે. તેમાં cctv (વિશ્વાસ) પ્રોજેકટ હેઠળ કાર્યરત સી.સી.ટી.વી. કેમેરાના કારણે આરોપીઓની ગતિવિધિ સફળતાપૂર્વક શોધી શકાયેલ છે. વધુ તપાસ તાપી પોલીસ કરી રહી છે જોવું રહ્યું આ ઘટનામાં શું નવો વળાંક આવે છે?

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है