
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
અંકલેશ્વરમાં એક પીડિત મહિલાની મદદે પોહચી 181 અભ્યમ ભરૂચ:
અંકલેશ્વર: ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાની એક સોસાયટીમાં એક પીડિત મહિલા નો 181 અભયમ મહિલા હેલ્પ લાઈન પર કૉલ કરેલ કે તેમને ઘર માં પતિ, સાસુ અને નણંદ ઘર માં મારઝૂડ કરી પુરી રાખી છે માટે તેમની મદદ માટે 181 અભયમ રેસ્ક્યું વાનની જરૂર છે. જેની જાણ થતાં 181 ટીમ ત્યાં જઈને પીડીત મહિલા ને મળી સમસ્યા જાણી કાઉન્સલિગ કર્યુ ત્યારે જાણવા મળ્યું કે તેમના લગ્ન જીવનનાં દશ વર્ષ થયાં એક સાત વર્ષની છોકરી છે પતિ અંકલેશ્વર ની જેસીબી કંપની માં નોકરી કરે છે, અને મહિલા હાલ પ્રેગનેટ છે અને સાત મહીના થયા પતિ પૈસા આપતા નથી અને સાસુ અને નણંદ ની ચડામણી થી મહિલા ને મારઝૂડ કરે છે, અને આજે તેઓ એ પીડિત મહિલા ને છ વાગ્યા ની આસપાસ સાસું, પતિ,નણંદ ભેગા થાય અને મને દહેજ બાબતે મારમારી કરી ઘરમાં પૂરી દીધી અને મહેણાંટોણાં મારે કે તું તારા પિયર માંથી શું લાવી અને મારો મોબાઈલ સતાડી દેવામાં આવ્યો છે, જેથી હું જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે પાડોશી બહેન પાછે ફોન માગી 181માં કૉલ કરી મદદ માટે જણાવ્યું. 181 અભ્યમ્ ટીમ ત્યાં ગયાં અને ત્યારે સાસુ, નણંદ ત્યાં હતાં અને 181 અભ્યમ ટીમ ત્યાં ગયાં ત્યારે જાણવા મળ્યું કે છોકરો ફોન કરી સાસુ ,નણંદ ને બોલાવે મહીનામાં એકવાર આવે અને દર વખતે મારા પતિ ને ચડામની કરી મારઝૂડ કરાવે છે પતિ એમની વાત સાચી માને છે અને 181 અભ્યમ ટીમ ત્યાં ગયાં અને સાસુ ,નણંદ ને સમજાવ્યાં પતિ હાજર નાં હતાં માટે કાયદાકિય માહિતી આપી પંરતુ નાં સમજતા માટે પીડીત મહિલાએ પોલીસ સ્ટેશને અરજી આપવા માગતા માટે અરજી આપેલ હતી.
રિપોર્ટર: સર્જન વસાવા, (દક્ષિણ ગુજરાત)