ક્રાઈમ

માદક પદાર્થ અફીણના પોષ ડોડાનો મુદ્દામાલ સાથે બે આરોપીઓને પોલીસે દબોચી લીધા: બે વોન્ટેડ જાહેર:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

સાગબારા પોલીસ સ્ટેશનના આરટીઓ ચેકપોસ્ટ પાસેથી કી.રૂ.38,32,108નાં માદક પદાર્થ અફીણના પોષ ડોડાનો મુદ્દામાલ સાથે બે આરોપીઓને પોલીસે દબોચી લીધા: બે વોન્ટેડ જાહેર ;

પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્ર તરફથી એક કેસરી કલરનો આઇસર ટેમ્પો લસણની બોરીઓની નીચે ગેરકાયદેસર માદક પદાર્થ અફીણ પોષ ડોડાની બોરીઓ લઇને જાય છે. જે ચોક્કસ બાતમી આધારે સાગબારા જુના આર.ટી.ઓ. ચેક પોસ્ટ આગળ નાકાબંધી દરમ્યાન બાતમીવાળો આઇસર ટ્રક નં. એચ.આર.-૭૩-૪૯૯૭નો કેસરી કલરનો ટેમ્પો આવતા તેને રોકી અંદર બેસેલ ડ્રાઇવર તથા ક્લીનરનું નામઠામ પુછપરછ કરતા તેમણે પોતાનું નામ (૧) ભંવરલાલ સુડારામ બિશ્નોઇ (સારણ) રહે. દિયાસાગર ખારા તા.ફલોડી જી. જોધપુર (રાજસ્થાન) (૨) અણદારામ શૈતાનારામ બિશ્નોઇ (સારણ) રહે સારણો કીઢાણી રેહ.દિયાસાગર ખારા તા.ફલોડી જી.જોધપુર (રાજસ્થાન) ને પોલીસે દબોચી લીધા છે,

                      

જ્યારે બે આરોપીઓ (૧) સોમરાજ મોહનલાલ બિશ્નોઇ રહે.દિયાસગર ખારા , (૨) ભવરલાર ધીમારામ બિશ્નોઇ રહે.દિયાસાગર ખારા, જોધપુર ભાગવામાં સફળ થતાં તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, તેમના આઇસર ટેમ્પાની ઝડતી તપાસ કરતાં લસણની બોરીઓની નીચે તપાસ કરતાં મીણીયા થેલાઓમાં માદક પદાર્થ અફીણ પૌષ ડોડા ૧૧૩૨ કિલો ૩૧૦ ગ્રામની કિં.રૂ.૩૩,૯૬,૯૪૮, કેસરી કલરની આઇસર ટેમ્પો કી.રૂ, ૪,૦૦,૦૦૦/- , લસણની પ્લાસ્ટીકની જાળીવાળી બોરીઓ નંગ-૬૦ કિ.રૂ.૩૦,૦૦૦/- તાડપત્રી નંગ-૨ કિ.રૂ ૧૦૦૦/-, દોરડા નંગ-ર કિ.રૂ.૧૦૦૦/-, મોબાઇલ-૧ કિ.રૂ.૩૦૦૦/-,
રોકડા રૂપિયા ૧૬૦/- મળી
કુલ કિ.રૂ. ૩૮,૩૨,૧૦૮/-
નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है