ક્રાઈમ

નાના ભાટપુર ગામે અનાજ લેવા પુત્ર પાસે રૂપિયા માંગનાર પિતા ને પુત્રએ કુહાડી મારી મોતને ઘાટ ઉતાર્યો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

નાના ભાટપુર ગામે અનાજ લેવા પુત્ર પાસે રૂપિયા માંગનાર પિતા ને પુત્રએ કુહાડી મારી મોતને ઘાટ ઉતાર્યો:

પિતા એ અનાજ લાવવા રૂ.૧૨૦૦ માંગ્યા ત્યારે પુત્ર એ રૂ.૬૦૦ મારી પાસે છે તેમ કહેતા બોલાચાલી માં આ ઘટના ઘટી:

સર્જન વસાવા, દેડીયાપાડા: નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના નાના ભાટપુર ગામમાં રહેતા મરનાર કાનજીભાઇ જેકણભાઇ વસાવા તથા ખૂન કરનાર બન્ને સગા બાપ દિકરા થતા હોય.

ગઈ તા.૧૬/૦૩/૨૦૨૫ ના રોજ રાત્રે ૮:૩૦ વાગ્યાના અરસામાં કાનજીભાઇ જેકણભાઇ વસાવા એ પુત્ર ગોપાલ કાનજીભાઇ વસાવા પાસે રેશનકાર્ડમાં અનાજ લેવા સારૂ રૂ.૧૨૦૦/-ની માંગણી કરતા પુત્ર એ મારી પાસે ૬૦૦/- રૂપિયા જ છે બીજા પછી આપીશ તેમ કહેતા પૈસા બાબતે બંન્ને બાપ દિકરા વચ્ચે બોલાચાલી થતા પિતા અકળાઈ ગયા અને ઘર માંથી કુહાડી લઈ આવી પુત્ર ને મારવા જતા પુત્ર એ પિતા ના હાથ માંથી કુહાડી ખેંચી લઈ પિતા ને કુહાડી વડે માથાના ભાગે તથા ડાબા હાથના ભાગે તથા ડાબા પગના ભાગે જીવલેણ ઇજાઓ કરતા તેમને સારવાર માટે દેડિયાપાડા સરકારી દવાખાના માં લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજતા દેડિયાપાડા પોલીસે પુત્ર ગોપાલ વિરુદ્ધ ખૂન નો ગુનો દાખલ કર્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है