ક્રાઈમ

દેવલીયા ચોકડી પર તિલકવાડા પોલીસે ઈંગ્લીશ દારૂ ભરેલી કાર ઝડપી પાડી :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

દેવલીયા ચોકડી પર તિલકવાડા પોલીસે કિ.રૂ.૯૩,૭૧૦/- નો ઈંગ્લીશ દારૂ અને સ્વિફ્ટ ડીઝાયર ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦/- સહીત કુલ કિ.રૂ.૫,૯૩,૭૧૦/- નો મુદ્દામાલ ઝડપી પાડયો; 

શ્રી એ.એન.પરમાર પોલીસ સબ ઇન્સ્પેકટર તથા જેતપુર પાવી પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસોને મળેલ ચોક્કસ બાતમી આધારે એક સ્વિફ્ટ ડીઝાયર ગાડી નંબર GJ-23-CA-1218 ની ગે.કા રીતે ઇંગ્લિશ દારૂ ભરી નસવાડી તરફ થી દેવલીયા તરફ આવે છે, તેવી બાતમી આધારે સ્ટાફના માણસો દેવલીયા ચોકડી ઉપર વોચમાં હતા, તે દરમ્યાન એક સ્વિફ્ટ ડીઝાયર ગાડી નસવાડી તરફથી આવતા તેને રોકી તેના ડ્રાઈવર નું નામ ઠામ પૂછતા પોતે પોતાનું નામ હરેશભાઇ જયંતીભાઇ જાતે પટેલ તથા બાજુની શીટમાં બેસેલ ઇસમનું નામઠામ પુછતા પોતે પોતાનું નામ ઉમેશભાઇ જયંતીભાઇ પટેલ બને રહે.આસોદરા તા.આકલાવ જી.આણંદના હોવાનુ જણાવેલ જેઓની સ્વિફ્ટ ડીઝાયર ગાડીની ઝડતી તપાસ કરતા જેમાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય રાજ્યનો ઇગ્લિશ દારૂ ગોવા સ્પીરીટ ઓફ માથનેશ વ્હીસ્કીના ૧૮૦ એમ.એલ.ના પ્લાસ્ટીકના બોટલ નંગ-૩૮૪ કિ.રૂ.૩૮,૪૦૦/- તથા લંડન પ્રાઇડ પ્રીમીયમ વ્હીસ્કી ૧૮૦ એમ.એલ. ના કાચના બોટલ નંગ-૬ કિ.રૂ.૧૬,૩૨૦/- તથા લંડન પ્રાઇડ પ્રીમીયમ વ્હીસ્કી ઓરેંજ ફ્લેવરેડ વોડકાના ૧૮૦ એમએલ.ના કાચના બોટલ નંગ-૨૪૦ કિ.રૂ.૩૬,૦૦/- તથા સ્વિફ્ટ ડીઝાયર ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા બંને આરોપીની અંગ ઝડતી માંથી કબ્જે કરેલ મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૧૫૦૦/- મળી તથા અંગ ઝડતીના રોકડા રૂ.૧૪૯૦ મળી કુલ કિ.રૂ.૫,૯૩,૭૧૦/- નો ઈંગલીશ દારુનો મુદ્દામાલ પકડી પાડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है