ધર્મ

સોનગઢ નગર પાલિકા સંચાલિત સીનિયર સીટીઝન હોલ ખાતે શાંતી સમીતીની બેઠક પોલીસ અધિક્ષકશ્રી તાપીના અધ્યક્ષસ્થાને મળી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

આજરોજ મે. પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ, તાપી તથા નાયબ પોલીસ અધિક્ષક સી. એમ. જાડેજા સાહેબ, વ્યારા નાઓના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક મળી:

આજરોજ તારીખ ૧૪/૦૪/૨૦૨૨ ના રોજ ભારત રત્ન ડૉ. સાહેબ અંબેડકની ૧૩૧મી જન્મ જયંતી, મહાવીર જયંતી તથા આગામી તારીખ.૧૫/૦૪/૨૦૨૨ ના રોજ શ્રી હનુમાન જન્મ જયંતી અને ગુડફ્રાઇડે જેવાં પાવન પર્વ  નિમીતે સોનગઢ ટાઉન/તાલુકા ના શાંતી સમીતીના સભ્યો તેમજ તાપી જીલ્લા / સોનગઢ નગરના હિંદુ અને  મુસ્લીમ સમાજ ના હોદેદારો / આગેવાનો સાથે સોનગઢ નગર પાલિકા સંચાલિત સીનિયર સીટીઝન હોલ ખાતે શાંતી સમીતી મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું  જેમા આજરોજ તારીખ.૧૪/૦૪/૨૦૨૨ ના રોજ બાબા સાહેબ અંબેડકર જન્મ જયંતી, મહાવીર જયંતી તથા તારીખ.૧૫/૦૪/૨૦૨૨ ના રોજ હનુમાન  જયંતી, ગુડફ્રાઇડે કાર્યક્રમ શાંતિથી પુર્ણ થાય તેમજ સુલેહ શાંતી જળવાઇ રહે તે અંગે શાંતી સમીતીના સભ્યો તેમજ તાપી જીલ્લા / સોનગઢ નગરના હિંદુ / મુસ્લીમ સમાજના હોદેદારો / આગેવાનો દ્વારા આગામી દિવસોમાં કોમી એખલાસ રાખી આવનારા તમામ તહેવારોની ઉજવણી કરવા સમજ કરવામાં આવેલ હતી, જીલ્લામાં એકતા અને શાંતિ થી દરેક ધાર્મિક ત્યોહાર પાર પડે તે જરૂરી છે, તાપી મા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુસર સુચારુ આયોજન  જરૂરી છે,

આજની શાંતી સમીતી મીટીંગમાં પોલીસ અધિક્ષકશ્રી. રાહુલ પટેલ તાપી-વ્યારા તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી. સી.એમ.જાડેજા સાહેબ વ્યારા વિભાગ, વ્યારા, પોલીસ ઇન્સ્પેકટર એન.એસ.ચૌહાણ સોનગઢ નગરના નગરપતિ શ્રી. ટપુભાઇ ભરવાડ તથા માજી મંત્રીશ્રી. કાંતીભાઇ ગામીત સહીત મોટી સંખ્યામાં નાગરીકો આગેવાનો મિટિંગમા ઊપસ્થિત રહયા હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है