
શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
આહવા ખાતે ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા (સી.એન.આઇ) આહવા ડાંગ દ્વારા તા.૧૪/૦૪/૨૦૨૨ થી તા.૧૭/૦૪/૨૦૨૨ દરમિયાન સી.એન. આઇ બગલા આહવા ખાતે ગુરૂવાર, ગુડફ્રાઈડે (શુક્રવાર) તથા વોચ નાઈટ અને ઇસ્ટર સન્ડેની ઉજવણી સ્થાનિક સી.એન.આઇ આહવા ધર્મગુરુ રેવ્હ. જીવલ્યાભાઈ બગુલની આગેવાની હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજાયો.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રભુ ઈસુએ સમગ્ર માનવ જાત માટે પોતાનું પવિત્ર અને મૂલ્યવાન રક્ત વહેવડાવ્યું કે જેથી માનવ જાતને પાપો ની ગુલામી માંથી બચાવી લઈને મોક્ષ આપે, જગતના મુખ્ય ધર્મો આપણને શિક્ષણ આપે છે કે લોહી વહેવડાવ્યા વગર પાપો થી મૂકતી શક્ય નથી, ત્યારે કોઈ પશુ કે પક્ષી ના લોહી દ્વારા નહિ પણ પ્રજાપતિ પરમેશ્વરે તેમનાં પુત્ર પ્રભુ ઈસુ ને પાપ ની કિંમત ચુકવવા માટે બલિદાન આપી દીધાં, ફકત એટલુંજ નહિ ઈસુ મરણ ના ત્રીજા દિવસે જીવતા ઉઠયા અને આજે પણ યેરુશાલેમ ખાતે તેમની કબર ખાલી છે, 40 દિવસ પછી 500 થી વધારે લોકો સામે ગાલીલ ના ટેકરા પરથી સ્વર્ગમા ચડી ગયા, અને અંતિમ સમયે પાછા આવવાનો વાયદો આપી ને ગયા, આ મેસેજ છે પેશન વીક નો.
જેમાં રેવ. સુરેશભાઈ વાઘમારે રેવ.હેમંતભાઈ ગવળી, રેવ્હ. સત્યવાન મેકવાન, રેવ્હ. ઓગસ્ટીનભાઈ રજવાડે એ લોકોને પ્રસંગ અનુરૂપ શિક્ષણ પૂરું પાડ્યું હતું તેમજ સી.એન.આઇ કવાયર ગૃ૫, મહિલા મંડળ, યુથ ગૃ૫, ભજન મંડળ જેઓએ પણ મંડળીના આ ધાર્મિક પ્રસંગોએ પોતાની સંપૂર્ણ હાજરી આપી હતી અને મંડળીના સભાજનોને ધાર્મિક જ્ઞાન પુરુ પડ્યું હતું, આમ ડાંગ જિલ્લા ખાતે દુઃખ સહન સપ્તાહ શાંતિ પૂર્વક ખ્રિસ્તી સમુદાય દ્વારા ઉજવવામાં આવ્યો હતો.