તાલીમ અને રોજગાર

સરકારી પોલિટેકનિક કોલેજ વ્યારા ખાતે ધારાસભ્યના અધ્યક્ષસ્થાને એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ ૨૪x૭ વેબ પોર્ટલ

સરકારી પોલિટેકનિક કોલેજ વ્યારા ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીના અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાયો

તાપી જિલ્લાના કુલ  ૧૨૬ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઇ

તાપી: ઔધોગિક તાલીમ સંસ્થા વ્યારા, સરકારી પોલીટેક્નીક વ્યારા તથા જિલ્લા રોજગાર વિનિમય કચેરી વ્યારાના સંયુક્ત ઉપક્રમે સરકારી પોલીટેક્નીક વ્યારા ખાતે નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાયો હતો.આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીએ વિશેષ ઉપસ્થિતી નોંધાવી ભરતી મેળાને ખુલ્લો મુકયો હતો.

ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસીટી કોર્પોરેશન ઉકાઈ દ્વારા વિવિધ એપ્રેન્ટીસ વેકેન્સી માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં તાપી જિલ્લાના મોટી સંખ્યામાં ઉમેદવારો હાજર રહ્યા હતા.આ એપ્રેન્ટીસ ભરતી મેળામાં તાપી જિલ્લાના ૧૨૬ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આગળની પ્રક્રિયા ટૂંક સમયમા પુર્ણ કરવામાં આવશે અને મેરીટ આધારીત હાજર ઉમેદવારોની એપ્રેન્ટીસ તરીકે અંતિમ પસંદગી કરવામાં આવશે.

કાર્યક્રમમાં ઈન્દુ ગામના સરપંચ શ્રીમતી સુનીતાબેન સંજયભાઈ ગામીત તથા કલમકુઈ ગામના સરપંચશ્રી મહેશભાઈ ગામીત એ હાજરી આપી હતી. કાર્યક્રમનુ સંચાલન સરકારી પોલીટેક્નીકના આચાર્યશ્રી એ. આર. ગામીત દ્વારા કરવામાં આવેલ હતુ. સદર કાર્યક્રમનુ આયોજન જિલ્લા કૌશલ્ય વિકાસ અધિકારીશ્રી એમ.એસ.પટેલ ના માર્ગદર્શન હેઠળ એપ્રેન્ટીસ ટીમ દ્વારા કરવામાં આવેલ હતુ. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है