શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી
ભરૂચ જિલ્લાના વાલીયા ખાતેનાં રાજપરા ચાર રસ્તા ખાતેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વાલીયા પોલીસ:
ઈન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ.ભરાડા વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા જી.ભરૂચ નાઓ તરફથી જીલ્લામાં પ્રોહીબીશન/જુગારની અસામાજીક પ્રવૃત્તી અટકાવવા તેમજ શોધી કાઢવા આપેલ સુચના આપેલ જે આધારે નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ દેસાઈ અંકલેશ્વર વિભાગ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સપેક્ટર એસ.કે.ગામીત તથા સ્ટાફના માણસો સાથે વાલીયા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે, ઉમરપાડા ગામ તરફ બે ફોરવ્હીલ ગાડીઓ જેમાં એક સફેદ કાળા રંગની સ્વીફ્ટ ગાડી નંબર GJ 16 CS 9266 ની તથા એક સફેદ રંગની ઈકો ગાડી નંબર-GJ 16 CS 0538 ની ઈંગ્લીશ દારૂ ભરવા માટે ગયેલ છે અને ઈંગ્લીશ દારૂ ભરીને આવતી વખતે સફેદ, કાળા રંગ ની સ્વીફ્ટ ગાડી નંબર GJ 16 CS 9266 ની ઈંગ્લીશ દારૂ ભરેલ ઈકો ગાડીનું પાયલોટીંગ કરશે તેવી બાતમી મળતા રાજપરા ચાર રસ્તા ખાતે ઈંગ્લીશ દારૂ ભરેલ ઈકો ગાડી તથા પાયલોટીંગ કરતી સ્વીફ્ટ ગાડી આવતા તે બંને ગાડીઓને ચેક કરતા ઈકો ગાડીમાંથી ભારતીય બનાવટના અલગ અલગ બ્રાન્ડની 750 ML ની બોટલો નંગ-૧૧૨ કિંમત રૂપિયા- ૫૯ ૬૦૦/- નો તથા બે ફોરવ્હીલ ગાડીઓ તથા અન્ય
મુદ્દામાલ મળી કુલ્લે કિંમત રૂપિયા-૬,૬૦,૧૦૦/- ના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને હસ્તગત કરવામાં આવેલ છે.
કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ:-(૧) ભારતીય બનાવટનાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 750 ML વાળી બોટલો નંગ-૧૧૨ કિંમત રૂપિયા- ૫૯,૬૦૦/ (૨) બે ફોરવ્હીલ ગાડીઓ (૧) ઈકો ગાડી નંબર- GJ 16 CS 0538 કિંમત રૂપિયા-૨,૦૦,૦૦૦/- (૨) સ્વીફ્ટ ગાડી નંબર GJ 16 CS 9266 કિંમત રૂપિયા-૪,૦૦,૦૦૦/ (૩) આરોપીઓની અંગ ઝડતી માંથી મળી આવેલ મોબાઇલ નંગ- ૧ કિ.રૂ.૫૦૦/
પકડાયેલ આરોપીઓ:- (૧) પ્રદિપભાઇ ઉર્ફે લાલુ શંકરભાઇ વસાવા રહેવાસી- રોડ ફળીયુ જબુગામ તા. વાલીયા જી. ભરૂચ (૨) ધર્મેશભાઇ ચંદુભાઇ વસાવા રહેવાસી-ડહેલી ગામ તળાવ ફળિયુ તા. વાલીયા જી. ભરુચ (૩) રામજીભાઇ ગેમલભાઇ વસાવા રહેવાસી- ડહેલી ગામ તળાવ ફળિયું તા.વાલીયા જી.ભરૂચ (૪) વિજયભાઇ રતિલાલ વસાવા રહેવાસી- સમીયાણા તા. આમોદ જી. ભરૂચ નાઓને હસ્તગત કરવામાં આવેલ છે.
નહિં પકડાયેલ આરોપી: (૧) અમીરભાઇ વસાવા રહેવાસી- ઉમરપાડા મોબાઈલ નંબર 9016663650,
કામગીરી કરનાર અધિકારી કર્મચારીના નામો :
પોલીસ ઈન્સ્પેક્ટર એસ.કે.ગામીત, પો.કો. ગુલાબભાઇ મગનભાઇ, પો.કો. આશિષભાઇ સુરેશભાઇ, લો.પો.કો. જગદીશભાઇ બોધાભાઇ, ડ્રા.પો.કો. અનિલભાઇ ચંપકભાઇ