ક્રાઈમ

પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી

ભરૂચ શહેર એ ડિવિ પો.સ્ટે.નાં ગણનાપાત્ર પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

ઇન્ચાર્જ પોલીસ મહાનિરિક્ષકશ્રી એમ.એસ.ભરાડા વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સુચના અનુસંધાને નાસતા-ફરતા તથા વોન્ટેડ આરોપી પકડવા સારૂ પો.સ.ઇ.શ્રી બી.ડી.વાઘેલાનાઓના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી આધારે ભરૂચ શહેર એ ડિવિ પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ – સી ૧૧૧૯૯૦૧૦૨૧૧૦૩૭/૨૦૨૧ પ્રો.એ.ક. ૬૫ એ ઈ, ૮૧, ૯૮ (૨) મુજબના ગુન્હામાં પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપી – જીગ્નેશ ઉર્ફે નેરો રાજુભાઇ રાવળ રહે. ધોળીકુઈ બજાર, કબીરપુરા, ખત્રીવાડ, ભરૂચ તા.જી.ભરૂચનાને આજે તા.૦૧/૦૮/૨૦૨૧ નારોજ હસ્તગત કરવામાં આવેલ છે. તેમજ આગળની કાર્યવાહી કરવા સારૂ ભરૂચ શહેર ‘ એ ’ ડીવી પો.સ્ટે. સુપ્રત કરવામાં આવેલ છે.

ગુનાહિત ઇતિહાસ :- આરોપીઓનો અગાઉનો

(૧) ભરૂચ શહેર એ ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં. । ૮૨/૨૦૧૪ IPC ૩૨૩,૩૨૪,૫૦૪,૧૧૪ Gp Act ૧૩૫ મુજબ

 (૨) ભરૂચ શહેર એ ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ – બી ૧૧૧૯૯૦૧૦૨૦૦૦૧૦/૨૦૨૦ જુ.ધા.ક. ૧૨ મુજબ

(૩) ભરૂચ શહેર એ ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ – સી ૧૧૧૯૯૦૧૦૨૧૦૬૩૭/૨૦૨૦ પ્રો.એ.ક. ૬૫ (એ) (એ) મુજબના ગુનાઓમાં પકડાયેલ છે.

ઉપરોકત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના અ.હે.કો. ઇન્દ્રવદન કનુભાઇ તથા અ.હે.કો. મગનભાઇ દોલાભાઇ તથા પો.કો. ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ તથા પો.કો. રાકેશભાઇ ચંદુભાઇ તથા પો.કો. શિવાંગસિંહ પ્રતાપસિંહ તથા પો.કો. અનિલભાઇ દિતાભાઇનાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है