ક્રાઈમ

ડાંગમાં લાકડા કાપવાની મજૂરી દરમિયાન મારામારી, ઇજાગ્રસ્ત શ્રમિકે વઘઈ પોલીસમાં નોંધાવી ફરિયાદ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

ડાંગમાં લાકડા કાપવાની મજૂરી દરમિયાન મારામારી, ઇજાગ્રસ્ત શ્રમિકે વઘઈ પોલીસમાં નોંધાવી ફરિયાદ:

દિનકર બંગાળ, આહવા: ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલ ખીરમાણી ગામે ખેતરમાં લાકડા કાપવાની મજૂરી કરતા શ્રમિક સાથે મારામારી થયાની ઘટના સામે આવી છે. આ મામલે ચીકાર ગામના સંજયભાઈ જાનુભાઈ તુંબડાએ પુંડલીકભાઈ પાલવે અને પ્રદીપભાઈ પાલવે સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, તા. ૨૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સંજયભાઈ સહિત છ મજૂરો હરીશચંદ્ર પાલવેના ખેતરમાં લાકડા કાપવાનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન પુંડલીકભાઈ હાથમાં લાકડાનો ડંડો લઈને આવ્યા અને સંજયભાઈની પીઠ પર ફટકો માર્યો હોવાનો આક્ષેપ છે. જ્યારે પ્રદીપભાઈએ સંજયભાઈના જમણા ગાલ પર થપ્પડ મારતાં ઝપાઝપી થઈ હતી.

ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, બંને ભાઈઓએ અશ્લીલ ગાળાગાળી કરી હતી તેમજ હરીશચંદ્ર પાલવે સાથે પણ ઝપાઝપી કરી હતી. ઘટનાના પગલે મજૂરો ત્યાંથી ચાલ્યા ગયા હતા. બાદમાં શરીરમાં દુખાવો થતાં સંજયભાઈ વઘઈ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે પહોંચ્યા હતા.

ફરિયાદીનો આક્ષેપ છે કે બંને આરોપીઓએ કૌટુંબિક જમીન વિવાદની અદાવતમાં આ ઘટના આચરી હતી. આ મામલે બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે વઘઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. સમગ્ર મામલે વઘઈ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જયરામભાઇ ભોયે દ્રારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है