ધર્મ

ડેડીયાપાડા નાં ગારદા ગામે નાતાલ પર્વની હર્સોલ્લાસ સાથે ઉજવણી કરાઇ: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ, પત્રકાર: દિનેશ વસાવા 

ડેડીયાપાડા નાં ગારદા ગામે નાતાલ પર્વની હર્સોલ્લાસ સાથે ઉજવણી કરાઇ: 

સી.એન.આઇ.ગારદા મહિલા મંડળ તેમજ યુથની બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી કાર્યક્રમ ને દીપાવ્યો;

ડેડીયાપાડા તાલુકાના ગારદા ગામે વસતા ખ્રિસ્તી બંધુઓ દ્વારા નાતાલ પર્વની ભારે હર્સોલ્લાસ થી ભવ્ય ઉજવણી કરાઇ હતી. સમગ્ર સૃષ્ટિ ના માનવજાત ના તારણહાર ઇસુ ખ્રિસ્ત ના જન્મદિન નાતાલની ઉજવણીને લઇ ખ્રિસ્તી સમુદાયમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

પ્રેમ શાંતિ અને કરૂણાના અવતાર  ભગવાન ઇસુખ્રિસ્તના જન્મ દિવસની “નાતાલ”  તરીકે ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વ અને દેશ સહીત ડેડીયાપાડા તાલુકાના ગારદા સહિત નર્મદા જીલ્લાના વિવિધ ચર્ચોમાં ભવ્ય રોશની તોરણ, ક્રિસમસ ટ્રી તથા મેજીકલ સ્ટાર વગેરેથી ઝળહળી ઉઠયા હતા. તેમજ રાત્રિનાં સી.એન.આઇ.ચર્ચનાં કમ્પાઉન્ડ માં નાતાલ પર્વની ઉજવણી નીમીત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં આસપાસ નાં ગામડાંઓ જેમકે ગારદા, મંડાળા, ખાબજી, અલ્માંવાડી, ખામ સહિત અનેક ગામના લોકો ઉમટી પડ્યા હતા. 

ખ્રિસ્તીબંધુઓ દ્વારા એક બીજાને હેપ્પી ક્રિસમસ કહી શુભેચ્છા પાઠવી હતી. વહેલી સવારથી યુવા વર્ગે તો એસએમએસ દ્વારા પોતાનાં સ્નેહીજનોને મેરી ક્રિસમસની શુભેચ્છા પાઠવી હતી. તથા કેટલાકે એક બીજાના ઘરે જઇને નાતાલની શુભેચ્છા પાઠવી અને ગિફ્ટ આપી ને તથા ક્રિસમસ-ડે ના વધામણા આપ્યા હતા. આમ ડેડીયાપાડા તાલુકાનાં અનેક સ્થળો એ નાતાલપર્વની ભવ્ય હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ વસાવા, માજી સરપંચ દિલીપભાઈ વસાવા, પાળક સાહેબશ્રી રમેશભાઈ કટારા, આગેવાન હસમુખભાઈ વસાવા, મધુભાઈ વસાવા, રવિલાલ વસાવા,અશોકભાઈ વસાવા, સામાજિક કાર્યકર સર્જન વસાવા સહિત મંડળીનાં આગેવાનો, ભાઈઓ બહેનો, બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है