
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
દેડિયાપાડા ગામ ખાતે જલારામ કુમાર છાત્રાલયના પટાંગણ માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આજ રોજ ડેડિયાપાડા ગામ ખાતે આવેલ જલારામ કુમાર છત્રાલય જેમાં ડેડિયાપાડા તાલુકા ના દૂર દૂર ગામ થી આવતા અને ડેડિયાપાડા ગામ ની અલગ અલગ શાળા માં અભ્યાસ કરતા જેમને આવવા જવા માં તકલીફ પડતી હોય અને સમય સર ઘરે ન પહોંચી સકવાના કારણે અભ્યાસ માં પુરતું ધ્યાન ન આપી શકતા હોય એવા વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક હોસ્ટેલ શરૂ કરવા માં આવી છે જેમાં વીસ જેટલા વિદ્યાર્થીઓ રહી ને અભ્યાસ કરે છે. આજ રોજ શિક્ષણ તેમજ સેવાકીય કાર્યો અને કંપનીના કર્મચારીઓના પ્રશ્નો માટે હર હંમેશ લડતા અને પોતાનું સમય યોગદાન અદા કરતા સર્વ સમાજ સેના ટ્રસ્ટના પ્રમુખ મહિપતસિંહ ચૌહાણ નો જન્મ દિવસ હોઈ જેમના દ્વારા સોશિયલ મીડિયા ફેસબુક દ્વારા અપીલ કરવા માં આવી કે આજે મારા જન્મ દિવસ ભેટ રૂપે દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવે તેમની આ અપીલ થી પ્રેરણા લઈ એમને ભેટ રૂપે શિવમ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ અને જલારામ કુમાર છાત્રાલય ના પ્રમુખ વિશાલ પટેલ, મંત્રી પંકજ વસાવા, નયન વસાવા ,મનોજ તડવી ,અનિલ વસાવા,પરમાર ચેતન ના નેતૃત્વ હેઠળ વ્રુક્ષારોપણ નો કાર્યક્રમ કરવા માં આવ્યો.