Uncategorizedરાષ્ટ્રીય

રત્નકલાકારોએ રકતદાન કરીને ૬૨૩ યુનિટ રકત એકત્ર કરી શહીદોને અનોખી શ્રદ્ધાંજલિ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નલિનકુમાર 

શહાદત દિવસ નિમિત્તે સુરતમાં શહીદોને અનોખી શ્રદ્ધાંજલિ અપાઈ;

સુરતની બે ડાયમંડ કંપની તથા નિલમાધવ એસોસિયેટ ઓર્ગેનાઈઝેશના રત્નકલાકારોએ રકતદાન કરીને ૬૨૩ યુનિટ રકત એકત્ર કરીને માનવતા મહેકાવીઃ

સુરત: તા.૨૩મી માર્ચના રોજ ૯૦માં શહિદ દિન નિમિત્તે આંતર રાષ્ટ્રીય રકતદાન ઝુંબેશ અંતર્ગત સુરત શહેરની બે ડાયમંડ કંપની તથા નિલ માધવ એસોસિએટ ઓર્ગેનાઈઝેશનના સંયુક્ત સહયોગથી આયોજીત બ્લડ ડોનેશન કેમ્પમાં ૬૨૩ જેટલા યુવાનો-યુવતિઓએ રકતદાન કરીને ૬૨૩ જેટલી યુનિટ રકત એકત્ર કરીને શહીદ વીરોને સાચા અર્થમાં શ્રધ્ધાંજલિ આપી હતી. જેમાં જે.બી.ડાયમંડ કંપનીના ૨૬૪, નિલ માધવ એન્ડ એસોસિયેટ ઓર્ગેનાઈઝેશન જેમાં ખોડલ જેમ્સ, શેખડા એક્ષોપર્ટ, હિરજેમ્સ, વર્ણી જેમ્સ, એસ.એસ.બી.જેમ્સ મળીને ૨૫૫ તથા યુનિક કંપની દ્વારા ૧૦૪ બોટલ રકત એકત્ર કરાયું હતું. જે તમામ યુનિટ રકત સ્મિમેર હોસ્પિટલમાં એનાયત કરાયું હતું. નોંધનીય છે કે, નેશનલ ઈન્ટીગ્રેટેડ ફોરમ ઓફ આર્ટીસ એન્ડ એકટીવીસ શહીદ દિન નિમિત્તે ભારતમાં ૧૫૦૦ રકતદાન શિબિર યોજીને ૯૦ હજાર રકત યુનિટ એકત્ર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. જે અંતર્ગત સુરતમાં રકતદાન કેમ્પો યોજાયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है