વિશેષ મુલાકાત

દેડિયાપાડા તાલુકાના પૂર્વપટ્ટીના મોહબી અને મોહબુડી સહીત અન્ય ગામોમાં નેટવર્કના ધાંધિયા: વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ માટે ડુંગરો ચઢવા મજબુર:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

દેડિયાપાડા તાલુકાના પૂર્વપટ્ટીના મોહબી અને મોહબુડી સહીત અન્ય ગામોમાં નેટવર્કના ધાંધિયા: વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ મેળવવા માટે ડુંગરો ચઢવા મજબુર:

મોહબી અને મોહબુડી ગામની ધોરણ ૧૨ની વિધાથીનીઓએ નેટવકૅના અભાવે ટેકરા ઉપર ચઢીને ઓનલાઇન શિક્ષણ મેળવ્યું;

દેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટીના ડુંગરના અંતરીયાળ વિસ્તારના ગામડાંનાઓમા આજે એકવીસમી સદીમાં પણ નેટવર્કના ધાંધિયા હોવાથી અસંખ્ય આદિવાસી વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ મેળવી શકતાં નથી. જ્યારે ગરીબ આદિવાસીઓના બાળકો પાસે મોબાઈલ પણ હોતાં નથી અને સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઇન શિક્ષણની મોટી મોટી વાતો કરે છે.

દેડિયાપાડા તાલુકાના અંતરિયાળ ડુંગર વિસ્તારોમાં આવેલાં મોહબી અને મોહબુડી ગામની વિધાર્થીનીઓ મુન્નીબેન વસાવા અને માધવીબેન વસાવા બંને નેત્રંગ તાલુકામાં કાકડકુઈ ગામે આવેલી માધવ વિધાપીઠમાં ધોરણ 12 માં અભ્યાસ કરે છે. ગામમાં ઈન્ટરનેટ ન હોવાથી અને નેટવર્કનો પ્રોબ્લેમ હોવાથી બંને વિધાથીનીઓ એક મોબાઇલ લઇને ગામના ડુંગરની એક ટેકરી ઉપર જઇ આજે વરસાદમાં છત્રી લઈને ઓનલાઇન શિક્ષણ મેળવ્યું હતું. દેડિયાપાડા અને સાગબારા તાલુકામાં અંતરીયાળ ડુંગર વિસ્તારમાં ઈન્ટરનેટનો અભાવઅને નટવકૅના પ્રોબ્લેમ હોવાથી અસંખ્ય આદિવાસી વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ થી વંચિત રહી જાય છે. આ બે તાલુકામાં અંતરીયાળ વિસ્તારમાં રહેતા આદિવાસીઓના વિધાર્થીઓ ઓનલાઇન શિક્ષણ મેળવી શકતાં નથી. પણ મોહબી અને મોહબુડીની  વિદ્યાર્થીનીઓએ કપરી પરિસ્થિતિમાં ઓનલાઇન શિક્ષણ મેળવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है