
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી: વ્યારા તાલુકાના ચીખલી ગામના રસ્તાનું માનનીય કેબિનેટ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા સાહેબના વરદ હસ્તે તાડકુવા H.P. પેટ્રોલ પંપ સામેથી ચીખલી ગામે હોળી ફળીયા સુધી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના 2019-20 અંતર્ગત રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ.
.
કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવા સાહેબના વરદ હસ્તે તાડકુવા ગામે એચ.પી.પેટ્રોલપંપની સામે મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના વર્ષ-2019-2020 અંતર્ગત ચીખલી ગામના રસ્તાનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા સાહેબે સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે 25 ડિસેમ્બર પુર્વ પ્રધાનમંત્રી, ભારત રત્ન અટલબિહારી વાજપેયીનો શુભ જન્મ દિવસ તથા નાતાલ એટલે પ્રભુ ઈશુનો જન્મ દિવસ એમ આજનો દિવસ શુભ દિવસ છે, એવું કહી દરેકને શુભકામના પાઠવી હતી, મંત્રીશ્રી એ અટલબિહારી વાજપેયીનો ભારત દેશ પ્રત્યે પ્રેમની અને હાલમાં વર્તમાન સરકારના વિકાસ કામો તથા ખેડુતલક્ષી યોજનાઓ વિષે માહિતી આપી હતી, સભાના અંતમાં તાપી જિલ્લા કલેક્ટર તાપી જીલ્લાનાઓ આર.જે. હાલાણીએ આભાર માન્યો હતો,
કલેકટરશ્રી આર.જે.હાલાણીએ જણાવ્યું હતું કે આદિજાતી વિસ્તારના ગામોમાં સરકારશ્રીની યોજનાઓ અંતર્ગત શહેરો જેવી સુવિધા મળી રહે તેવો વહીવટી તંત્રનો પ્રયાસ છે. તાડકુવા ગામે કાનપુરા ગામથી ફલાવર સીટી, તોરણવાટીકા થઇ નહેરવાળા કાનપુરા મુસારોડ લંબાઈ ૩.૫૦ કિ.મી. રૂ ૨૨૫ લાખ તેમજ ચીખલી ગામ તરફ જતો રસ્તો રૂા.૧૦૫ લાખના ખર્ચે તૈયાર કરાશે.
પંચાયત વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી બારોટે વિગતો આપતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ખાણ ખનિજ ક્ષેત્ર યોજના અંતર્ગત બેડકુવા-ઘાસીયામેઢા રોડ લંબાઈ ૪.૨૦ કિ.મી.ના રસ્તાને પહોળો કરવાનું કામ રૂા.૩૩૬.૯૮ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે. તેમજ પંચાયત બિલ્ડીંગ એટ વિલેજ બેડકુવા રૂા.૧૪ લાખના ખર્ચે તૈયાર કરાશે. આ રસ્તાઓના કામો થકી બેડકુવા, ઘાસીયામેઢા, કાળા વ્યારા, ખોડતળાવ, કણજા ગામના વિદ્યાર્થીઓ, નોકરી ધંધાર્થે જતા લોકો તથા ખેડૂતો માટે આશિર્વાદરૂપ બની રહેશે.
આ પ્રસંગે પ્રાંત અધિકારી હિતેશ જોષી, મામલતદાર બી.બી.ભાવસાર, નાયબ પોલીસ અધિક્ષક એ.કે.પટેલ, નીતિન ગામીત, એ.પી.એમ.સી.ચેરમેન પ્રવિણ ગામીત, માજી ધારાસભ્ય પ્રતાપભાઈ ગામીત,સરપંચો સહિત ગ્રામજનો કોવિડની ગાઈડ લાઈનનું પાલન કરી સોશ્યલ ડિસ્ટન્સ જાળવી ઉપિસ્થત રહ્યા હતા.આ કાર્યક્રમમાં તાપી જિલ્લા ભાજપા સંગઠન મહામંત્રી વિક્રમભાઈ તરસાડીયા, તાપી જીલ્લા ભાજપા સંગઠન મંત્રી તથા કાનપુરા-૯ તાલુકા પંચાયત સદસ્ય નીતિનભાઈ ગામીત, ચીખલી જુથ ગ્રામપંચાયત સરપંચ દેવેનભાઈ ગામીત, ડેપ્યુટી સરપંચ વિપુલભાઇ ચૌધરી તથા ગ્રામપંચાયત સભ્યો અને ગ્રામજનોએ હાજરી આપી.