શિક્ષણ-કેરિયર

નર્મદા જિલ્લાના અપરણિત યુવાનો માટે ભારતીય લશ્કરમાં જોડાવવાની સુવર્ણતક:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

નર્મદા જિલ્લાના અપરણિત યુવાનો માટે ભારતીય લશ્કરમાં જોડાવવાની સુવર્ણતક:

રાજપીપલા : લશ્કરી ભરતી કચેરી, અમદાવાદ ધ્વારા ગુજરાતના ૨૦ જીલ્લાઓ અને બે (૨) કેન્દ્રશાસિત પ્રદેશના ઉમેદવારો માટે અગામી તા.૦૫/૦૮/૨૦૨૧ થી તા.૨૨/૦૮/૨૦૨૧ દરમ્યાન કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ગોધરા, જિ.પંચમહાલ ખાતે લશ્કરી ભરતી રેલીનું આયોજન કરવામાં આવેલ છે. આ લશ્કરી ભરતી રેલીમાં લશ્કરની વિવિધ સાત કેટેગરીમાં ભરતી થનાર છે, જેમાં સોલ્જર (જનરલ ડ્યુટી), સોલ્જર ક્લાર્ક / સ્ટોર કીપર ટેકનીકલ/ઈન્વેન્ટરી મેનેજમેન્ટ, સોલ્જર ટ્રેડસમેન ( ધોરણ ૧૦ પાસ), સોલ્જર ટ્રેડસમેન ( ધોરણ ૦૮ પાસ), સોલ્જર ટેકનીકલ ( ધોરણ ૧૨ પાસ), સોલ્જર ટેકનીકલર (એવિએશન/ એમ્યુનેશન એકઝામીનર       ( ધોરણ ૧૨ પાસ) અને સોલ્જર નર્સિગ આસિસ્ટન્ટ/ નર્સિંગ આસીસ્ટન્ટ વેટનરી ( ધોરણ ૧૨ પાસ) નો સમાવેશ થાય છે. જેમાં નર્મદા જિલ્લાના અપરણિત યુવાનોને જોડાવા માટેની સુવર્ણતક છે.
ભરતીમાં ભાગ લેવા માટે તા.૨૦ મી જુલાઇ, ૨૦૨૧ સુધી https://joinindianarmy.nic.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. સોલ્જર (જનરલ ડ્યુટી) માટે ઉમેદવારની ઉંમર સાડા સત્તર વર્ષથી ૨૧ વર્ષની (૦૧, ઓક્ટોબર ૨૦૦૦ થી ૦૧ એપ્રિલ, ૨૦૦૪ વચ્ચે જન્મ થયેલ હોવો જોઈએ) જેની ઉંચાઈ -૧૬૮ સે.મી. વજન – ૫૦ કિ.ગ્રા., અને છાતી ૭૭ ( ૫ સે.મી. ફુલાવો), તેમજ ૪૫ % સાથે ધોરણ ૧૦ પાસ અને દરેક વિષયમાં ૩૩ માર્ક્સ હોવા જોઈએ.
સોલ્જર ક્લાર્ક / સ્ટોર કીપર ટેકનીકલ/ઈન્વેન્ટરી મેનેજમેન્ટ માટે ઉમેદવારની ઉંમર સાડા સત્તર વર્ષથી ૨૩ વર્ષની (૦૧, ઓક્ટોબર ૧૯૯૮ થી ૦૧ એપ્રિલ, ૨૦૦૪ વચ્ચે જન્મ થયેલ હોવો જોઈએ) જેની ઉંચાઈ -૧૬૨ સે.મી. વજન – ૫૦ કિ.ગ્રા., અને છાતી ૭૭ ( ૫ સે.મી. ફુલાવો), તેમજ ૬૦% સાથે ધોરણ ૧૨ પાસ (કોઈપણ પ્રવાહ) દરેક વિષયમાં ૫૦ ટકા માર્ક્સ હોવા જોઈએ અને ધોરણ.૧૨માં ૫૦ ટકા અંગ્રેજી, ગણિત, એકાઉન્ટ બુક કીપિંગમાં માર્ક્સ હોવા જોઈએ.
સોલ્જર ટ્રેડમેન ( ધોરણ ૧૦ પાસ) માટે સાડા સત્તર વર્ષથી ૨૩ વર્ષની (૧ ઓકટોબર, ૧૯૯૮ થી ૧ એપ્રિલ, ૨૦૦૪ વચ્ચે જન્મેલો હોવો જોઇએ) જેની ઉંચાઇ ૧૬૮ સે.મી., વજન ૪૮ કિ.ગ્રા. છાતી ૭૬ (૫ સે.મી.ફુલાવો), જ્યારે ધો.૧૦ પાસ અને દરેક વિષયમાં ૩૩ ટકા માર્ક્સ હોવા જોઇએ.
સોલ્જર ટ્રેડમેન ( ધોરણ ૮ પાસ) માટે સાડા સત્તર વર્ષથી ૨૩ વર્ષની (૧ ઓકટોબર, ૧૯૯૮ થી ૧ એપ્રિલ, ૨૦૦૪ વચ્ચે જન્મેલો હોવો જોઇએ) જેની ઉંચાઇ ૧૬૮ સે.મી., વજન ૪૮ કિ.ગ્રા. છાતી ૭૬ (૫ સે.મી.ફુલાવો), જ્યારે ધો.૮ પાસ અને દરેક વિષયમાં ૩૩ ટકા માર્ક્સ હોવા જોઇએ.
સોલ્જર ટેકનીકલ અને સોલ્જર ટેકનીકલ (અવિએ શન કોમ્યુનિકેશન એકઝામીનર માટે ઉમેદવારની ઉંમર સાડા સત્તર વર્ષથી ૨૩ વર્ષની (૧ ઓકટોબર ૧૯૯૮ થી ૧ એપ્રિલ ૨૦૦૪ વચ્ચે જન્મેલો હોવો જોઇએ) જેની ઉંચાઇ ૧૬૭ સે.મી., વજન ૫૦ કિ.ગ્રા. છાતી અનુક્રમે ૭૬ સે.મી. (૫ સે.મી. ફુલાવો), જ્યારે ધો.૧૨- સાયન્સ પાસ, ફીઝીક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને અંગ્રેજી ૫૦ ટકા માર્કસ અને દરેક વિષયમાં ૪૦ ટકા માર્ક્સ હોવા જોઇએ.
સોલ્જર નર્સિંગ આસિસ્ટન્ટ નર્સિંગ વેટરનરી આસિસ્ટન્ટ માટે ઉમેદવારની ઉંમર સાડા સત્તર વર્ષથી ૨૩ વર્ષની (૧ ઓકટોબર, ૧૯૯૮ થી ૧ એપ્રિલ ૨૦૦૪ વચ્ચે જન્મેલો હોવો જોઇએ) જેની ઉંચાઇ ૧૬૭ સે.મી., વજન ૫૦ કિ.ગ્રા. છાતી ૭૬ સે.મી. (૫ સે.મી. ફુલાવો), જ્યારે ધો.૧૨ સાયન્સ પાસ, ફીઝીક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને અંગ્રેજીમાં ૫૦ ટકા માર્કસ અને પ્રત્યેક વિષયમાં ૪૦ ટકા અથવા ધોરણ ૧૨ સાયન્સ પાસ જેમાં અંગ્રેજી, બોટની, જીયોલોજી, ફીજીકસ અને કેમેસ્ટ્રી સાથે ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ અને પ્રત્યેક વિષયમાં ૪૦ ટકા માર્ક્સ હોવા જોઇએ.

ઓનલાઇન અરજી કરનાર ઉમેદવાર જ ભરતી રેલીમાં ભાગ લઇ શકશે. રેલીમાં હાજર રહેવા ઇ-મેઇલ મારફતે તા ૨૧- જુલાઈ થી ૪- ઓગષ્ટ દરમિયાન જાણ કરાશે.
આ ભરતીમાં ઓનલાઈન નિયત વેબસાઈટ પરથી ઉમેદવારી નોંધાવવા ઈચ્છુક ઉમેદવારોને કચેરી ખાતેથી ઓનલાઈન ફોર્મ ભરવા માટે હેલ્પડેસ્ક કાર્યરત કરવામાં આવેલ છે. ભરતી વિષયક વધુ માહિતી અને માર્ગદર્શન માટે નિયામકશ્રી રોજગાર અને તાલીમ વિભાગ ધ્વારા સંચાલિત રોજગાર સેતુ કોલ સેન્ટર : ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા ઈન્ચાર્જ રોજગાર અધિકારીશ્રી (જનરલ), નર્મદા-રાજપીપલાની એક અખબાર યાદીમાં જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है