મારું ગામ મારાં ન્યુઝ

ગ્રામ્ય વિસ્તારોમાં સ્વૈચ્છિક લોકડાઉન અને શહેરો ને લોકડાઉન થી મુક્તિ આપવી ભારે પડશે.. ડો.પ્રફુલ વસાવા 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ગ્રામ્ય વિસ્તારોમાં  સ્વૈચ્છિક લોકડાઉન અને શહેરો ને લોકડાઉન થી મુક્તિ આપવી ભારે પડશે.. ડો.પ્રફુલ વસાવા 

લગભગ ગુજરાત ના આખા આદિવાસી વિસ્તારોમાં હાલ સ્વૈચ્છિક લોકડાઉન જેવું જ છે.. સ્થાનિક સરકારી તંત્ર વેપારીઓ અને સ્થાનિક આગેવાનો સાથે મિટિંગો કરી સ્વૈચ્છિક લોકડાઉન માટે ફરજ પાડી રહયાં છે. ગુજરાત સરકાર ના ઈશારા વગર ગામડાઓમાં – તાલુકાઓ મા, આદિવાસી જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉન શક્ય નથી તો પછી ગુજરાત સરકાર કેમ એવું કહી રહી છે કે ગુજરાત રાજ્ય રાજ્યમાં હાલ લોકડાઉન લાગું નહિ કરીએ. ગુજરાત ની અર્થવ્યવસ્થા નો સવાલ છે. 

આદિવાસી જિલ્લાઓમાં છેલ્લા ૧૦ દિવસો થી લોકડાઉન જેવું જ છે પરંતુ શહેરો ખુલ્લા રહશે તો ગામડા વાળા નું આ બલિદાન વ્યર્થ છે કેમકે શહેરો જે કોરોના છે એ ગામડાઓ મા પાછો આવશે જ. તો ક્યાં સુધી માત્ર ગામડા વાળા જ સ્વૈચ્છિક લોકડાઉન કરતાં રહશે? 

એમ પણ ગ્રામ્ય વિસ્તારોમાં ગુજરાત સરકાર ની આરોગ્ય સેવાઓ પડી જ ભાંગી છે.. 

ગુજરાત સરકારે એક પણ આદિવાસી જિલ્લાઓમાં પૂરતી આરોગ્ય સેવા આપતી નથી એટલે હાલ સ્વૈચ્છિક લોકડાઉન ને આપણું પણ સમર્થન જ છે. 

પરંતુ ગુજરાત સરકાર કે શહેરો નું સરકારી તંત્ર કોઈ પણ વેપારીઓ કે આગેવાનો નું લોકડાઉન અંગે મંતવ્યો ને ધ્યાને લેતી નથી. 

શું ગુજરાત સરકાર ને માત્ર શહેરો વાળા ની રોજગારી ની એકલી ચિંતા છે? લોકો જીવતા રહશે તો આખા ગુજરાત ની જીડીપી ને બેઠી કરશે પરંતુ ગુજરાત મા કોરોના થી જે મૌત નો તાંડવ થઈ રહયો છે તેને રોકવા આખા ગુજરાત મા એક સાથે લોકડાઉન લાગું કરો.. 

જાે કદાચ ગુજરાત માં કોરોના ની વધુ સ્થિતિ ખરાબ થશે તો ગુજરાત સરકાર પણ લોકડાઉન ના આદેશ કરશે જ.. પરંતુ ત્યાં સુધી મા તો ગ્રામ્ય વિસ્તારોમાં ૧ મહિના સુધી નો સ્વૈચ્છિક લોકડાઉન ને લીધે જ આર્થિક રીતે પાયમાલ થઈ જશે.. 

ગુજરાત સરકાર ને વિનંતી છે કે લોકડાઉન કરવું હોય તો આખા ગુજરાત મા લોકડાઉન કરી દો બાકી આવી રીતે તો કોરોના કાબૂ મા પણ નહિ આવે અને ગ્રામ્ય વિસ્તારો મા આર્થિક રીતે મોટી તંગી થશે..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है