દક્ષિણ ગુજરાત

 ઉમરપાડા પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવતાં, 24000નો વિદેશી દારૂ ભરેલી સ્કોર્પિયો ગાડી ઝડપી, બે ની અટક, બે વોન્ટેડ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ઉંમરપાડા રઘુવીર વસાવા

સુરત જિલ્લાના ઉમરપાડા પોલીસ મથકનાં પોલીસ જવાન સંજયભાઈ શંકરભાઈ તથા નિતેશભાઈ કુમાજીભાઈને બાતમી મળી કે ડેડીયાપાડા તરફથી સ્કોર્પિયો ગાડી નંબર જીજે-૧૬-એજે- ૫૫૫૪ માં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઉમરપાડા તરફ આવવાનો છે, જેથી ઉમરપાડા પોલીસ મથકનાં PSI કે.ડી.ભરવાડ અને ઉપરોક્ત જવાનોની ટીમ વેલાવી ગામે આંબા ફળિયાના ચારરસ્તા ઉપર આવી બાતમીની વોચમાં હતા.તે દરમિયાન ઉપરોક્ત નંબર વાળી ગાડી આવતાં એને ઉભો રાખવાનો ઈસારો કરતાં ચાલકે ગાડી ઉભી રાખી હતી.ચાલકને નામ પૂછતાં એણે જાવલા શકર વસાવા,રહેવાસી નેવલાઆંબા,જિલ્લો નર્મદા જણાવ્યું હતું.જયારે અન્ય ઇસમે પોતાનું નામ હાવલાભાઈ શકરભાઈ વસાવા જણાવ્યું હતું. જે પણ ઉપરોક્ત ગામનો જ વતની હતો.આ ગાડી ચેક કરતા એમાંથી પુઠાના બોક્ષ મળી આવ્યા હતા. આ બોક્ષ ખોલતા એમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની વિવિધ બનાવતોની ૩૬૦ બોટલો મળી આવી હતી.જેની અંદાજીત કિંમત ચોવીસ હજાર રૂપિયા થાય છે.જ્યારે ગાડીની કિંમત ત્રણ લાખ રૂપિયા મળી કુલ ૩,૨૪,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ માલ ખાપર, જિલ્લો નંદરબારનાં મુન્નાભાઈ વસાવાએ,પોતાની આ ગાડીમાં ભરાવી આ માલ ડેડીયાપાડા તાલુકાના ઉમરાળ ગામનાં શિવાભાઈ વસાવાને ત્યાં પોહચડવા જણાવ્યું હતું, પોલીસે ઉપરોક્ત બે ની અટક કરી,માલ મોકલનાર મુન્નાભાઈ વસાવા અને માલ લેનાર શિવાભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરી, વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है