
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, વેબ ટીમ
અમદાવાદમાં રેકોર્ડ તોડતી ગરમીનાં પારા વચ્ચે ગુજરાતની રાજનીતિમાં ફરી ગરમાટો આવી જવા પામ્યો છે: હાર્દિકની ભાજપ પ્રવેશની અટકળો ફરી એકવાર બની છે, આ અગાઉ પણ હાર્દિક પટેલે પાર્ટી નહિ બદલવાના નિવેદન આપી ચુક્યા છે,
ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હાર્દિક કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ખેસ ધારણ કરે તેવી શક્યતાઓ છે. અને બીજી તરફ ખોડલધામના ચેરમેન નરેશભાઇ પટેલ કોગ્રેસનો ચેહરો બને તેવી શક્યતાઓ..!
ઘણા સમય થી ગુજરાતનું રાજકારણ પાટીદારો ના કદાવર નેતા અને આગેવાનો ને લઈને ગરમાયું છે, ગુજરાતની રાજનીતિને લઈને અત્યાર સુધીનાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હાર્દિક પટેલ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ખેસ ધારણ કરે તેવી શક્યતા છે. વારંવાર દિલ્હીના આટાફેરા અને પાર્ટી ના લીડરો સાથે ની મુલાકાતો નો હવે અંત આવશે તેવું વાતાવરણ ગુજરાતનાં રાજકારણમાં બની રહ્યું છે, પાટીદાર આંદોલન સાથે જોડાયેલા સાથીઓ સાથે બે દિવસમાં મહત્વની બેઠક યોજાઈ શકે છે. આગામી 15મી મેના રોજ પાટીદાર આંદોલનના જૂના સાથીઓ સાથે હાર્દિકની બેઠક થવાની છે.
બંને પાટીદાર નેતાઓ એટલે કે ખોડલધામના ચેરમેન નરેશભાઇ પટેલ અને હાર્દિક પટેલ વચ્ચે ટૂંક સમયમાં રાજકોટ જિલ્લામાં બેઠક થઈ શકે છે. હાર્દિક પટેલ સાથે પાટીદાર અનામત આંદોલનના અનેક નેતાઓ નરેશભાઈ સાથે પણ મુલાકાત કરશે. આગામી પંદર તારીખ સુધીમાં નરેશભાઈ સાથે હાર્દિક બેઠક કરશે. બે પાટીદાર નેતાઓ અને મીટિંગને લઈને રાજ્યના રાજકીય આગેવાનો અને તમામની નજર છે. હાર્દિક પટેલની ભાજપમાં પ્રવેશની અટકળો વચ્ચે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે.