
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
પ્રોહી/જુગારના દુષણને ડામવા માટે શ્રી હિમકર સિંહ પોલીસ અધિક્ષક નર્મદા નાઓએ આજ રોજ સમગ્ર નર્મદા જિલ્લામાં પ્રોહી./ જુગારની ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે આધારે શ્રી રાજેશ પરમાર નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાજપીપલા ડીવીઝન રાજપીપલા નાઓના માર્ગદર્શન મુજબ ખાનગી બાતમીદારોનું નેટવર્ક ઉભુ કરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી અસામાજીક પ્રવૃતીઓ પર એકુશ મેળવવા સારૂ સુચના મળેલ હોય જે આધારે શ્રી પી.પી.ચૌધરી સર્કલ પો.ઇન્સ.દે.પાડા નાઓના સીધા સુપરવીઝન હેઠળ આજ રોજ પો.સ.ઇ.શ્રી એ.આર.ડામોર તથા પો.સ.ઇ.આઇ.આર, દેસાઇ તથા સ્ટાફના માણસો રેઇડમાં નીકળેલા હતા તે દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે, દેડીયાપાડા પોસ્ટ ઓફીસ પાસે રહેતો યોગેશભાઈ નરસિંહભાઈ વસાવા નો તેના ઘરે ભારતીય બનાવટનો ઇલીશ દારૂ રાખી ઇગ્લીશ દારૂનું ગે.કા.વેચાણ કરે છે – તેવી બાતમી મળતા બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી યોગેશભાઇ નરસિંહભાઈ વસાવા ના ઘર માંથી (૧) રોયલ ચેલેજ ફાઇનેસ્ટ પ્રિમીયમ હીસ્કી ના બોટલ નગ-૧૩ કિ.રૂ.૬.૭૬0/- તથા (૨) મેકડોનાલ નેબર વ્હીસ્કી ની બોટલ નંગ-૯ કિ.રૂ. ૨૭૦૦/- તથા (૩) ઇમ્પરીયલ બ્લ હેન્ડ પીકેડ ગ્રેન હીસ્કી ના ૧૮૦ મી.લી.ના ક્વાટરીયા નંગ-૩૦ કિ.રૂ.૩૦૦૦/- (૪) ગૌવા સ્પીરીટ ઓફ સ્મથનેસ વ્હીસ્કીના ૧૮૦ મી.લી. ના પલાસ્ટીકના કવાટરીયા નંગ-૯૦ કિ.રૂ.૪૫૦૦/- મળી કુલ કિ.રૂ. ૧૬૯૬0/ નો પ્રોહી.મુદામાલ પકડી આરોપી યોગેશભાઈ નરસિંહભાઈ વસાવા ને હસ્તગત કરી આગળની વધુ તપાસ પો.સ.ઇ.શ્રી એ.આર.ડામોર નાઓએ હાથ ધરેલ છે.
• કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારી:-
શ્રી એ.આર.ડામોર પો.સબ.ઇન્સ. તથા શ્રી આઇ.આર.દેસાઇ પો.સબ.ઇન્સ તથા અ.હે.કો.ઇશ્વરભાઇ તથા અ.હે.કો.રમેશભાઈ તથા અ.હે.કો.વિનેશભાઇ તથા અ.પો.કો.જીતુભાઇ તથા અ.પો.કો. ધર્મેન્દ્રભાઇ તથા પો.કો.નિતેશભાઇ