
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટની શ્રેણીમાં નર્મદા જિલ્લો સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવે તે દિશાના સહિયારા પ્રયાસો સાથે સૌને કટિબધ્ધ થવાની હિમાયત કરતાં -જિલ્લા પ્રભારી સચિવશ્રી એસ.જે. હૈદર:
રાજપીપલામાં “ ટીમ નર્મદા ” સાથે એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ, કોવીડ-૧૯ અને “રાષ્ટ્રીય એકતા દિવસ” ની ઉજવણી સંદર્ભે સમીક્ષા બેઠક યોજીને “ટીમ નર્મદા” ને માર્ગદર્શન પુરૂં પાડતાં શ્રી હૈદર:
રાજપીપલા :- ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના મેનેજીંગ ડિરેક્ટરશ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી સચિવશ્રી એસ.જે. હૈદરે આજે તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડી. એ. શાહ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એલ.એમ. ડિંડોર, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સહિત “ટીમ નર્મદા” સાથે રાજપીપલા કલેક્ટરાલય ખાતે કોવીડ-૧૯, એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અને “રાષ્ટ્રીય એકતા દિવસની” થનારી રાષ્ટ્રીયકક્ષાની ઉજવણી સંદર્ભની પૂર્વ તૈયારીઓ અંગેની બેઠક યોજીને જરૂરી સમીક્ષા સાથે “ટીમ નર્મદા” ને શ્રી હૈદરે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું, ત્યારબાદ જિલ્લા પ્રભારી સચિવશ્રી હૈદરે કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતા પરેડ સ્થળની પણ મુલાકાત લીધી હતી જેમાં, જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહ શ્રી હૈદર સાથે જોડાયા હતા.
રાજપીપલા કલેક્ટરાલય ખાતે “ ટીમ નર્મદા ” સાથે યોજાયેલી ઉકત બેઠકને સંબોધતા જિલ્લા પ્રભારી સચિશ્રી એસ.જે.હૈદરે એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ સંદર્ભે કેન્દ્રીય નીતિ આયોગ દ્વારા શિક્ષણ,આરોગ્ય, પોષણ, ક્રૃષિ, કૌશલ્ય વર્ધન,માળખાગત સુવિધાઓ અને ફાઇનાન્સીયલ ઇન્કલુઝન વગેરે ક્ષેત્રોમાં નિર્ધારિત પેરામીટર્સ મુજબની લક્ષ્યાંક સિધ્ધી હાંસલ કરીને નર્મદા જિલ્લો એસ્પિરેશલ ડિસ્ટ્રીક્ટની શ્રેણીમાં સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવે તે દિશાના સહિયારા પ્રયાસો સાથે સૌને કટિબધ્ધ થવાની તેમણે ખાસ હિમાયત કરી હતી.
બેઠકમાં ચર્ચા દરમિયાન શ્રી હૈદરે “ટીમ નર્મદા” ને જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના સતત સંકલનમાં રહીને જે તે ક્ષેત્રોમાં થયેલી કામગીરીની નિયમિત ડેટા એન્ટ્રી ઉપરાંત કોમ્પોઝીશન સ્કોર સંદર્ભે પણ “ટીમ નર્મદા” ને ઉપયોગી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. શ્રી હૈદરે દેશના એસ્પિરેશલ ડિસ્ટ્રીક્ટમાં થઇ રહેલી ગુડ પ્રેક્ટીસની જાણકારી મેળવવાની સથોસાથ એકબીજા જિલ્લાઓ સાથે આવી જરૂરી બાબતોની આપલે થાય તેવી કાર્યપધ્ધતિ વિકસાવવાનું સૂચન કર્યું હતું.
નર્મદા જિલ્લામાં કોવીડ-૧૯ કોરોના મહામારીના સંક્રમણ સંદર્ભે આજદિન સુધીની પરિસ્થિતિની આંકડાકીય વિગતો સાથે શ્રી હૈદરે સમીક્ષા કરી હતી અને જિલ્લા પ્રશાસન તરફથી આ બાબતે થયેલી કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો. “રાષ્ટ્રીય એકતા દિવસ” ની રાષ્ટ્રીયકક્ષાની કેવડીયા ખાતે થનારી ઉજવણીને અનુલક્ષીને કોવીડ-૧૯ ની માર્ગદર્શિકા મુજબ જરૂરી સાવચેતી સહિત વિશાળ પાયે કોરોના ટેસ્ટીંગ અંગેની સઘન વ્યવસ્થા વગેરે સહિતની બાબતો અંગે જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ. શાહે શ્રી હૈદરને વાકેફ કર્યા હતા.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ. કે. વ્યાસ, જિલ્લા આયોજન અધિકારીશ્રી ડી. એમ.મકવાણા ઉપરાંત શિક્ષણ, આરોગ્ય,પોષણ,કૃષિ, લીડબેંક વગેરે જેવા વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.