
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24X7 વેબ પોર્ટલ
નાંદોદનાં ગોપાલપુરા ગામે જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં રાત્રી સભા યોજાઇ;
નાયબ પોલીસ અધિક્ષકશ્રી જી.એ.સરવૈયાએ માર્ગ સલામતી અને સાયબર ક્રાઈમ અંગેસમજ પૂરી પાડી;
નર્મદા જિલ્લાના નાગરિકોના પ્રશ્નોનો સત્વરે અને સહેલાઈથી ઉકેલ લાવી શકાય તેવા ઉમદા આશય સાથે સરકારશ્રી દ્વારા ચલો ગાંવકી ઔર સૂત્ર ને સાર્થક કરતાં સ્થાનિક સ્તરે રાત્રી સભાનું આયોજન કરવામાં આવે છે. ગતરોજ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં ગોપાલપુરા ગામે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાનીઅધ્યક્ષતામાં રાત્રીસભા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી ગામનાપ્રશ્નો અંગે ઉપસ્થિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ સમક્ષ રજૂઆત કરી હતી.ગામલોકો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનું સત્વરે નિવારણ કરવાની ખાતરી જિલ્લાવહીવટી તંત્ર દ્વારા અપાતા ગામલોકોએ ખુશી વ્યક્ત કરી હતી.
ગોપાલપુરાગામમાં યોજાયેલી રાત્રી સભામાં ગામલોકો દ્વારા તળાવના નવીનીકરણ, ગામમાં આવેલામંદિરોની કંપાઉન્ડ વોલ,આવાગમન માટે જાહેર પરિવહનની વ્યવસ્થા, ગામનાખેડૂતો માટે ખેતર તરફ તથા અન્ય ગામને જોડતા એપ્રોચ રસ્તાના કામો, હાઈવેમાંસંપાદિત થયેલી જમીનનું વળતર આપવા, સિંગલ ફેઝ લાઈન થકી વીજળી પુરી પાડવા, જમીનમાપણીના કનડતા પ્રશ્નો તેના માટે ખેડૂતોએ કરેલી અરજીનો સત્વરે નિકાલ થાય અને સ્વચ્છભારત મિશન અંતર્ગત ગામમાંથી નીકળતા કચરાનો યોગ્ય નિકાલ થાય તે માટેની સુવિધાઉપલબ્ધ કરાવવા જેવા વિવિધ પ્રશ્નો વિશે ચર્ચા કરાઈ હતી. તેમજ ગામમાં રહેતા આર્થિકરીતે નબળા વર્ગના લોકોને આવાસની સુવિધા મળી રહે તે અંગે રજૂઆત પણ કરવામાં આવી હતી.
આ રાત્રી સભા દરમિયાન જિલ્લાકલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ જણાવ્યું કે, ગોપાલપુરા ગામ ખૂબ સારું છે, અહીંખેતી પણ ખૂબ સારી છે પરંતુ ગામમાં ખૂટતી સુવિધાઓ વિશે જાણવાં અમે અહીં આવ્યા છીએ.ગામલોકો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનું વહેલીતકે નિરાકરણ લાવી ગામને વધુ સમૃદ્ધબનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર કામ કરશે. ખાસ કરીને મહિલાઓ અને યુવાનોનાપ્રશ્નોને પણ વાચા આપી યોગ્ય નિવારણ લાવવાનું કલેક્ટરશ્રીએ ગામલોકોને આશ્વાસનપૂરું પાડ્યું હતું.
રાત્રિ સભામાં ઉપસ્થિત નાયબ પોલીસ અધિક્ષકશ્રી જી.એ.સરવૈયાએવર્માન સમયમાં વધી રહેલા સાયબર ક્રાઈમ અને તેનાથી બચવા માટેના ઉપાયો, માર્ગકલામતી, ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ – ૨૦૧૧ વિશે ગામલોકોને માહિતગાર કર્યા હતા.સાથોસાથ રાત્રી સભાના સ્થળે લોકજાગૃતિ માટેના બેનર્સ અને સ્ટેન્ડી પણ રાખવામાંઆવ્યા હતા.
કેન્દ્ર અને રાજ્ય સરકારનીયોજનાઓ વિશે વિવિધ વિભાગો દ્વારા ગામલોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ જિલ્લાકલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના હસ્તે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ઈન્દિરાગાંધી વૃદ્ધ પેન્શન યોજના, મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજનાના લાભાર્થીઓને મંજૂરીપત્રો અને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.
રાત્રી સભામાં ગામના સરપંચ શ્રીમતીસરસ્વતીબેન વલવી, નિવાસી અધિક કલેકટરશ્રી સી.એ.ગાંધી, ઇન્ચાર્જ જિલ્લા વિકાસઅધિકારીશ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે.કે.જાદવ, પ્રાંતઅધિકારીશ્રી શૈલેષ ગોકલાણી તેમજ જિલ્લા અને તાલુકાના વિવિધ વિભાગોના અમલીકરણઅધિકારીશ્રી અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા