
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,માંગરોળ કરૂણેશ ચૌધરી
માંગરોળ તાલુકાના વકીલપરા ગામે નદી ઉપરના પુલની સાઈડો વરસાદી પૂરમાં ધોવાઈ ૧૦ ગામોનો વાહન વ્યવહાર ખોરવાયો ગ્રામજનોએ ઊંચો પુલ બનાવવાની માંગ કરી:
વાંકલ: માંગરોળ તાલુકાના વકીલપરા અણોઈ ગામથી તાલુકા મથક ને જોડતા માર્ગ ઉપર આવેલ ડુબાઉ પુલની સાઇડ વરસાદી પૂરમાં ધોવાણ થતાં વાહનચાલકો માટે મોટું જોખમ ઊભું થયું હતું ,ગત રોજ પાંચ ઇંચ કરતા વધુ વરસાદ માંગરોળ તાલુકામાં પડ્યો હતો, જેને લઇ નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા જેમાં વકીલપરા ગામે પુલની સાઇડનું ધોવાણ થતા વાહનચાલકોની અવર-જવર બંધ કરી દેવી પડી હતી, જેથી તાલુકા મથક માટે કડીરૂપ રસ્તા ઉપર આવતા ૧૦ જેટલા ગામોનો વાહન વ્યવહાર ખોરવાયો હતો, જેથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા આ ઘટનાની જાણ ગામના સરપંચ નિકેશભાઈ વસાવાએ માર્ગ અને મકાન વિભાગ ને કરતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા પુલની સાઈડો માટીથી પુરવાનું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવ્યું છે તેમજ ગ્રામજનોએ તંત્ર સમક્ષ ઊંચો પુલ બનાવવામાં આવે તેવી પણ માંગ કરી છે.