
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
સેલંબા ખાતે જયગુરુદેવ ધર્મ પ્રચારક સંસ્થા મથુરા દ્વારા શાકાહાર-પુણ્ય, દારૂ નિષેધ અંગેનો આધ્યાત્મિક જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો;
નર્મદા: સાગબારા તાલુકાના સેલંબા ખાતે 22 જાન્યુઆરી ના રોજ જયગુરુદેવ ધર્મ પ્રચારક સંસ્થા, મથુરાના પ્રમુખ અને પરમ સંત બાબા જયગુરુદેવજી મહારાજના અનુગામી પૂજ્ય પંકજજી મહારાજના નેતૃત્વમાં 6 પ્રાંતોની 77 દિવસીય શાકાહાર-પુણ્ય, દારૂ નિષેધ આધ્યાત્મિક જનજાગૃતિ યાત્રાનો 39 મો તબકકાનો કાર્યક્રમ યોજાયો હતો. જનજાગરણ યાત્રામાં આવેલા કાફિલા યાત્રિયોનું ગામડાઓના ભાઈઓ અને બહેનોએ ભાવપૂર્વક આવકાર્યા હતા.
તેમજ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ સુરત માધવભાઈ પાટીલ, આયોજક બબલુભાઈ નરવાડી, રાકેશભાઈ દેશમુખ, ભામાભાઈ, દીપક જૈન, જીતેન્દ્રભાઈ ચોપરા, સતીષભાઈ દેશમુખ, સેલંબાનાં સરપંચ આકાશભાઈ અને સંગત શાહજહાંપુરના પ્રમુખ ઓમવીરસિંહ, વિજય મહારાજ અને વસંતભાઈ પાડવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આગામી 26, જાન્યુઆરી ના રોજ ડેડીયાપાડા ખાતે પીઠા ગ્રાઉન્ડમાં પણ જયગુરુદેવ ધર્મ પ્રચારક સંસ્થા દ્વારા મોટો સત્સંગ કાર્યક્રમ યોજાશે. જેની તડામાર તૈયારીઓ હાલ ચાલી રહી છે. જયગુરુદેવ ધર્મ પ્રચારક સંસ્થાના સ્વયં સેવકો દ્વારા ઘરે ઘરે જઈ લોકોને ગુરુજીનો સંદેશ પહોંચાડવામાં આવી રહ્યો છે.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા