
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નલીનકુમાર
‘‘વેક્સીન થકી ગર્વ ફીલ કરું છું’’ – રેડિયો જોકી પ્રતિક્ષા
સુરત: કોરોના વિરોધી રસી મેળવીને સુરતના MY FM ૯૪.૩ રેડિયોના જોકી પ્રતિક્ષા પોતે ગર્વ ફીલ કરે છે. તેઓ પોતાને ખૂબ જ નસીબદાર ગણાવે છે. તેમનું કહેવું છે કે, આપણા સાયન્ટિસ્ટ, રિસર્ચર્સ અને સરકારે આપણા માટે આ મહામારી સામે લડવાની રસી બનાવી અને આટલી મોટી જનસંખ્યાને પહોંચાડવાનું ભગીરથ કાર્ય પાર પાડ્યું છે. ‘એ માટે તે બધાને મોટી સલામ છે’. તેમ જણાવતા કહ્યું કે, ‘હું ખૂબ નસીબદાર છું.’ સૌ કોઈ વેક્સીન લેવાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે જ મેં નિર્ણય કર્યો હતો કે “મને ચાન્સ મળશે ત્યારે તરત જ હું વેક્સીન લઈશ.’
હું સેફ થઇ, મારા પરિવારને સેફ કર્યા, મારા શહેરને મેં સેફ કર્યું અને કોરોનાની મહામારીમાં જે જંગ છે. તેને જીતવાના છે. તેમાં મેં મારી ભાગીદારી નોંધાવી છે.’
પ્રતિક્ષાને વેક્સીન લેવામાં વધારે પ્રતિક્ષા કરવી પડી નથી. પ્રતિક્ષા કહે છે કે, ‘જ્યારે પણ તમારો વારો આવે ત્યારે વેક્સીન લઇ આ જંગને આપણે જીતવાની છે.’ સુરત શહેરમાં અને જિલ્લામાં કોરોના વિરોધી વેક્સીન માટે સ્થળો નિર્ધારિત કરવામાં આવ્યા છે.
અ બધા સ્થળો ઉપરથી રસી લઇ શકાય છે. આપણે સૌ વેક્સીન લઇ આ મહામારીને શહેર જિલ્લામાંથી નેસીનાબૂદ કરવામાં પૂર્ણ સહયોગ આપીએ. વિવિધ સમાજના આગેવાનો દ્વારા પણ વેક્સીન લેવા માટે અપીલ કરવામાં આવે છે. કોરોના સામે હાલમાં આપણી પાસે વેક્સીન લેવા અને માસ્ક પહેરવાના એકમાત્ર ઉપાય છે.
જેમ પ્રતિક્ષાએ વેક્સીન લઇ ફરજ બજાવી છે તેમ આપણે પણ ફરજ બજાવી પોતાને,પોતાના ઘર – પરિવાર, શહેર અને દેશને કોરોના મુક્ત બનાવીએ.